મધ્ય ગુજરાતની અને વડોદરાની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગના ત્રીજા માળે કેદી વોર્ડની બાજુમાં શરૂ કરાયેલ કરુણા વોર્ડ અજાણ્યા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે. આજે આ વોર્ડમાં પોતાના પરિવારથી વિખૂટા પડેલા અને તરછોડાયેલા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ વોર્ડમાં આવતા દર્દીઓની માનવતાને માન મળી રહે એવી વ્યવસ્થા સાથે 24*7 નર્સિંગ સ્ટાફ ખડેપગે રહી સેવા કરે છે. દર્દીને દાખલ કરવાથી લઇ તેને સારવાર બાદ પરિવાર ન મળતાં માનવ સેવા કરતી સંસ્થાઓ સુધી પહોચાડવાની સફર અંગે અમે જણાવીશું. બેનામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરાય છે
સૌપ્રથમ સરકારી એમ્બ્યુલન્સ મારફતે આવતા અજાણ્યા દર્દીને તાત્કાલિક વિભાગમાં દાખલ કરવામાં આવે છે. જો તેને વધુ મુશ્કેલી હોય તો તેને પ્રથમ સારવાર આપવામાં આવે છે. થોડુંક સારું થાય અને સમસ્યા જાણી નિષ્ણાત ડોકટરોની ટીમ તેઓનું નામઠામ અને સરનામું જાણી જો પરિવારમાં કોઈ ન હોય અને એકલા હોય એવી સ્થિતિમાં આ દર્દીને સારવાર આપી તાત્કાલિક કરુણા વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. પોલીસની NOC લઈ સામાજિક સંસ્થાઓમાં મોકલાય છે
ત્યારબાદ આ દર્દીની સ્થિતિ અંગે કરુણા વોર્ડના નિષ્ણાત ડોકટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા તેઓની સારવાર કરવામાં આવે છે. સાથે આ દર્દીને જમવાથી લઇ તમામ સુવિધા તેઓના બેડ પર આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે દર્દી સાજો થઈ જાય છે ત્યારે તેને ફરી પોતાના પરિવાર કે કયાં રહે છે તે અંગે પૂછવામાં આવે છે અને જો કોઈ ન હોય તો સામાજિક સંસ્થાઓનો સંપર્ક કરી પોલીસની NOC લઈ તેને નિ:સ્વાર્થ ભાવે મોકલવામાં આવે છે. 108 મારફતે જે એકલા દર્દીઓ આવે તેને લવાય છે
આ અંગે અમે કરુણા વોર્ડના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર નીલુબેન સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ વોર્ડ ગત 24 જાન્યુઆરીના રોજ સુપ્રિટેન્ડેન્ટ અને RMO સહિત HODના સહકારથી શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડ શરૂ કરવાનો અમારો હેતુ એ છે કે, 108 મારફતે જે એકલા દર્દીઓ આવે છે, તેઓને લાવવામાં આવે છે અને તેઓનો કોઈ પરિવારમાંથી તેઓને ત્યજી દેવામાં આવે છે. તેઓને અહીં સારવાર આપવામાં આવે છે. આ લોકોની સારવાર કરી સ્વસ્થ થતા પ્રયત્ન કરીએ છીએ કે તેઓનો પરિવાર મળી જાય. પરંતુ ન મળતા અમે લીગલ NOC પોલીસ પ્રોસેસિંગ અને RMO સરની પરમિશન લઈ વડોદરાની ત્રણ અને બગોદરાની માનવ સેવા મંદિર પરિવાર સંસ્થાના ખૂબ સારો સહકાર રહ્યો છે. 38 દર્દીઓની સારવાર હાલ સુધી કરાઈ છે
વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં 38 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેઓના પરિવાર મળતા તેઓને લઈ ગયા હોય અને સંસ્થામાં લઈ જવામાં આવ્યા છે. આ સાથે ત્રણ દર્દીઓ ડોક્ટરની સલાહ વિરુદ્ધમાં જતા રહ્યા છે અને ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજતા તેઓની લીગલ પ્રોસિઝર કરી તેઓનું પોસ્ટમોર્ટમ કરી જે-તે વિભાગને સોંપી નિકાલ કરવામાં આવે છે. કુલ 31 દર્દીઓ સહિત 7 દર્દીઓ દાખલ છે તેમ મળી આ 38 દર્દીઓની અત્યાર સુધીમાં સારવાર આપવામાં આવી છે. દર્દીઓને અહીં પ્રેમથી જમાડાય છે
વધુમાં જણાવ્યું કે, અહીંયા સારવાર અને બધું થાય છે પરંતુ, અહિયા હું એડમિસ્ટ્રેટિવ સાથે અહીં રહેલા સર્વન્ટ અરુણભાઈ, કમલેશભાઈ અને દામિની માસી છે કે જેઓ સત્તત પોતાના પરિવારના વયો વૃદ્ધ લોકોની જેમ ઘરમાં સારવાર કરવામાં આવે છે, તેના કરતાં પણ ખૂબ સારી રીતે તેઓને જમવાનુ પણ પ્રેમથી જમાડે છે. તેઓ 7 દર્દીના જમવાનું, ડાયપર ચેન્જ, હાથ પકડી બાથરૂમ સુધી લઈ જવું, ચોખ્ખાઈ સાથે અનેક સારવાર સાથે પ્રેમ અને હૂંફ પણ આપવામાં આવે છે. જેથી, કેટલાક દર્દીઓ પ્રેમથી જમી લે છે. કેટલાક દર્દીઓ માનસિક રીતે ભાંગી પડતા હોય છે
વધુમાં જણાવ્યું કે, જે દર્દીઓ પહેલેથી બીમાર અવસ્થામાં હોય, વૃદ્ધ હોય અથવા દર્દીઓને વીકનેસ હોય એવા દર્દીઓને કેટલીક વાર પરિવારનો સાથ અને હૂંફ ન મળતા કેટલીક વાર માનસિક રીતે ભાંગી પડતા હોય છે ત્યારે આવા દર્દીઓને અમે અહીંયા લાગણી અને હૂંફ પૂરી પાડી દર્દી સારવાર થાય છે અને તૈયાર થતા તેઓને અમે જે-તે સંસ્થામાં મોકલવા માટે તૈયાર કરવામાં આવે છે અને તેઓની ઇચ્છા હોય તે સંસ્થામાં મોકલવામાં આવે છે. દર્દી સ્વસ્થ થઈ જાય એટલે નજીકની સંસ્થામાં શિફ્ટ કરાય છે
કેટલાક દર્દીઓ તો એવા હોય છે કે તેઓને અહિયા જ રહેવાનું ગમી જાય છે અને અમે પણ તેઓને થોડાક દિવસ રાખતા હોઈએ છીએ. અહીંયા સમયસર સારવાર અને જમવાનું મળી જાય છે પરંતુ, અમારે અહીં મર્યાદિત 12 બેડ હોવાથી અમે તેઓને અહિયા અમે રાખી શકતા નથી પરંતુ, તેઓને વાતચીત કરી વડોદરાની નજીકની સંસ્થામાં શિફ્ટ કરવામાં આવે છે જેથી કોઈ પરિવારજન મળી જાય તો ત્યાંથી તે દર્દીને લઇ જઈ શકે. વિભાગવાઇઝ કરુણા વોર્ડ બનાવે એવી ઈચ્છા છે
આ અંગે અમે સયાજી હોસ્પિટલના આર એમ ઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ વોર્ડ અમે અજાણ્યા દર્દીઓની વધુ સારી રીતે સારવાર આપી શકે તે માટે અલગ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ વિચાર સુપ્રિટેન્ડન સરની સૂચના અનુસાર અમે આ વોર્ડ અલગ કર્યો છે. આગામી સમયમાં દરેક વિભાગવાઇઝ કરુણા વોર્ડ બનાવવામાં આવે તેવી અમારી ઈચ્છા છે અને તે પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ.