back to top
Homeગુજરાતભાસ્કર વિશેષ:24થી 30 વર્ષની 4 સગી બહેનોની એક સાથે પોલીસમાં ભરતી

ભાસ્કર વિશેષ:24થી 30 વર્ષની 4 સગી બહેનોની એક સાથે પોલીસમાં ભરતી

મૌલિક દવે

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. બહેનોને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો 2022માં એક સાથે પોલીસ વિભાગમાં ભરતી થઈ હતી. જોકે, તેમની નિમણૂક 2023-24માં અલગ અલગ સ્થળે થઈ.
પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ વ્યવસાય પાટણમાં પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સાથે સાથે તેમના સંતાન ચાર દીકરીઓ જાગૃતિ, હિના, હેતલ અને પ્રિયંકા તેમજ દીકરા ઉત્તમ ને શિક્ષણ પૂરતું અપાવ્યું છે. તેમાં હેતલ એ સારી ખેલાડી છે. તેણે એથલેટિક્સમાં 40થી વધુ મેડલ મેળવ્યા છે.
ત્યારે હેતલની સાથે એની બીજી ત્રણ બહેનો પણ પોલીસ ભરતી તેમના જ ગામના કોચ રમેશભાઈ દેસાઈ જોડે દોડની પ્રેક્ટિસ કરી હતી. રમેશભાઈ આ દીકરીઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગોની લેખિત તૈયારી પણ કરાવતા હતા. જેનો બહેનોએ લાભ લઈ ગત વર્ષે ગયેલી પોલીસ ભરતીમાં આ ચાર સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા ચારેય બહેનો બિનહથિયારી પોલીસમાં પસંદગી પામી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નિમણુક લઈને ફરજ બજાવી રહી છે. એક જ પરિવારની ચાર સગી બહેનોએ માતા – પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી ખૂબ મહેનત કરી સફળતા મેળવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. હું માત્ર પ્રથમ ધોરણમાં 45 દિવસ અભ્યાસ કર્યો છે મારી પત્ની પણ અશિક્ષિત છે અમને બંને જણાને એવી તમન્ના હતી કે અમારા સંતાન અભ્યાસ કરે કેમકે આજના યુગમાં અભણ અને અંધ એક સમાન છે. મારી દીકરીઓએ મારું અને મારી પત્ની નું સપનું સહકાર કર્યું છે. > ઈશ્વરભાઈ ચૌહાણ, દીકરીઓના પિતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments