back to top
Homeમનોરંજનકરણ જોહરે ઈમરાન પાસે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું!:એક્ટરે કહ્યું- મને ખાસ પ્રકારના...

કરણ જોહરે ઈમરાન પાસે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું!:એક્ટરે કહ્યું- મને ખાસ પ્રકારના કપડાં પહેરવાની સલાહ આપી હતી, મારી ઇમેજ ખરાબ કરી દીધી

ઘણા લાંબા સમયથી આમિર ખાનનો ભત્રીજા ઇમરાન ખાન​​ એક્ટિંગથી દૂર છે, તેણે મોમેન્ટ ઓફ સાયલન્સ પોડકાસ્ટમાં જણાવ્યું છે કે કરણ જોહરે ફિલ્મ ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’માં તેની ખરાબ ઈમેજ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’ ફિલ્મમાં ઈમરાન ખાને એક ફેક પ્રકારના યુવાનની ભૂમિકા ભજવી હતી. હવે, લગભગ 15 વર્ષ પછી, ઇમરાને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે કરણ જોહરે તેને મોટા પડદા પર સેક્સી દેખાવા માટે કઈ-કઈ રણનીતિઓ કહી હતી? ઇમરાન ખાને કહ્યું કે કરણ જોહરે ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’માં સેક્સી દેખાવા માટે કરણ જોહરે ઘણા ટોપલેસ ફોટોશૂટ કરાવ્યા હતા. એટલું જ નહીં, તેને એક ખાસ પ્રકારના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી હતી. એક્ટરે કહ્યું- સામાન્ય રીતે મારું વજન વધારે નથી વધતું, પરંતુ આ ફિલ્મ માટે હું મારા ડાયટ અને કસરત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. કરણે કહ્યું કે અમે આના પર પૈસા ખર્ચ કરીશું અને ટોપલેસ ફોટોશૂટ કરાવ્યા હતા. ઇમરાન ખાનની ફિલ્મ ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’ 2010માં રિલીઝ થઈ હતી. પુનિત મલ્હોત્રા દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં સોનમ કપૂરે ઇમરાન ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. લોકોને તેમની જોડી અને કેમેસ્ટ્રી ખૂબ ગમતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ હિટ રહી હતી પરંતુ વિવેચકો અને દર્શકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઇમરાન ખાને ‘જાને તુ…યા જાને ના’ થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં જેનેલિયા દેશમુખે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ઇમરાન ખાને ‘દિલ્હી બેલી’, ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘આઈ હેટ લવ સ્ટોરી’, ‘ગોરી તેરે પ્યાર મેં’, ‘લક’, ‘એક મેં ઔર એક તુ’ અને ‘બ્રેક કે બાદ’માં પણ કામ કર્યું છે. તે છેલ્લે 2015માં કંગના રનૌત સાથે ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’ માં જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments