back to top
Homeમનોરંજનપ્રિયંકાની માતાએ શેર કર્યો પર્સનલ કિસ્સો:કહ્યું- એક્ટ્રેસે પિતાના અવસાનના 6 દિવસ પછી...

પ્રિયંકાની માતાએ શેર કર્યો પર્સનલ કિસ્સો:કહ્યું- એક્ટ્રેસે પિતાના અવસાનના 6 દિવસ પછી મારા માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું

પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તાજેતરમાં જ એક્ટ્રેસ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ શેર કર્યા છે. તેમણે જણાવ્યું કે એક્ટ્રેસે પિતાના મૃત્યુના છ દિવસ પછી જ મારા જન્મદિવસ માટે ઘણું બધું કર્યું હતું. પિતાના મૃત્યુના છ દિવસ બાદ માતા માટે પાર્ટીનું આયોજન કર્યું હતું
પ્રિયંકાની માતાએ તાજેતરમાં લેહરેન રેટ્રો સાથે પોડકાસ્ટમાં વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘પ્રિયંકાના પિતાનું 10 જૂને અવસાન થયું હતું અને મારો જન્મદિવસ 16 જૂને છે. હું 60 વર્ષની થવાની હતી. તો પ્રિયંકાના પિતાએ મારા માટે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. તે સમયે તે ખૂબ બીમાર હતા, જેના કારણે આખો પરિવાર પહેલાથી જ ત્યાં હાજર હતો. આ સમય દરમિયાન તેમનું અવસાન થયું. તેમના ગયા પછી અમને ખૂબ શોક હતો. પરંતુ તે સમયે પ્રિયંકાએ કહ્યું કે- જન્મદિવસની પાર્ટીનું આયોજન કરીશું અને બધા મહેમાનોને રોકાવાનું કહ્યું. તેણે કહ્યું, આ જ તો પિતા ઇચ્છતા હતા. ‘જોનને મારા જન્મદિવસની ગિફ્ટ રૂપે હાજર રહેવા કહ્યું’
આખી સ્ટોરી શેર કરતી વખતે, મધુ ચોપરાએ કહ્યું કે હું શરૂઆતથી જ જોન અબ્રાહમની મોટી ફેન રહી છું. તેથી પ્રિયંકાએ મધ્યરાત્રિએ જોનને ફોન કર્યો અને વિનંતી કરી. પ્રિયંકાએ જોનને મારા જન્મદિવસ પર ગિફટના ભાગ રૂપે આવવા માટે કહ્યું. ‘પરિવારના સભ્યોએ જ્જ કરી’
જન્મદિવસની પાર્ટીનું આયોજન કરતી વખતે પ્રિયંકાએ કહ્યું, માતા પોતાની ક્ષણ ઇચ્છે છે. મધુ ચોપરાએ જણાવ્યું કે તે એક ગ્રાન્ડ પાર્ટી હતી. પાર્ટીમાં બધું જ હતું – ડીજે, સંગીત. પણ પરિવારના સભ્યો ખૂબ જ ઉદાસ બેઠા હતા, અને કહી રહ્યા હતા – ‘જુઓ!’ તે નાચી રહી છે! શું તે તેના પતિ માટે દુઃખી નથી? જોકે, મધુ ચોપરાએ તેને અલગ રીતે જોયું. તેમણે સ્વીકાર્યું કે તેમના બાળકોએ ખૂબ જ દુઃખ હોવા છતાં તેમને ખાસ અનુભવ કરાવવા માટે મહેનત કરી હતી. પ્રિયંકાએ કહ્યું કે તેના પિતા ફક્ત એટલું જ ઇચ્છતા હતા કે માતાનો 60મો જન્મદિવસ સારી રીતે ઉજવવામાં આવે. ‘પિતાના ગયા પછી પરિવર્તન આવ્યું’
​​​​​​​​​​​​અગાઉ, પ્રિયંકા ચોપરાએ રીડ ધ રૂમ પોડકાસ્ટ પર તેના પિતાના મૃત્યુ વિશે વાત કરી હતી. એક્ટ્રેસ કહ્યું કે 2013માં તેના પિતાના મૃત્યુ પછી તે ઘણી બદલાઈ ગઈ છે. પ્રિયંકાએ કહ્યું, મારા પિતાના અવસાન પછી, મને ધીમે ધીમે સમજાયું કે આ પીડા ક્યારેય સમાપ્ત થશે નહીં. તે હંમેશા મારી સાથી રહેશે. પ્રિયંકા​​​​​​ના ​પિતાનું 2013માં અવસાન થયું
પ્રિયંકાના પિતા અશોક ચોપરાનું 2013માં કેન્સરથી અવસાન થયું હતું. શ્રદ્ધાંજલિ તરીકે, એક્ટ્રેસે તેના જમણા હાથ પર એક ટેટૂ બનાવડાવ્યું જેના પર “ડેડીઝ લિટલ ગર્લ” લખેલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments