back to top
Homeગુજરાતપદવીદાન સમારોહમાં મેયરને સ્ટેજ પર સ્થાન ન મળતા નીકળી ગયા:સાત દિવસ પહેલા...

પદવીદાન સમારોહમાં મેયરને સ્ટેજ પર સ્થાન ન મળતા નીકળી ગયા:સાત દિવસ પહેલા આમંત્રણ આપ્યું હતું, કાર્યક્રમમાં મારા માટે કોઈ બેઠક વ્યવસ્થા ન હતી- નયનાબેન પેઢડીયા

રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્કોટ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નયનાબેન પેઢડીયાને પણ આમંત્રિત કરાયા હતા. પરંતુ, મેયર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ત્યાં તેમના માટે કોઈ બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. મેયરે કહ્યું હતું કે, આ ગંભીર ભૂલ હોવાથી યુનિવર્સિટીના સત્તાધીશોએ આવી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. નોંધનીય છે કે, કુંભમાં મેયરની કારના વિવાદ બાદ ફરી એકવાર મેયરને રાજકોટમાં જ કાર્યક્રમમાં સ્થાન ન મળતા વિવાદ છેડાયો છે. શું કહી રહ્યા છે મેયર?
રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં માટે મને એક સપ્તાહ પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે હું સમારોહમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચી હતી. પરંતુ ત્યાં મારા માટેની કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જે જોઈને હું ત્યાંથી પરત આવી ગઈ હતી. આ દરમિયાન મને ત્યાં રજીસ્ટ્રારની ખાલી સીટ ઉપર બેસવા કહેવામાં આવ્યું હતું. પરંતુ મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું યોગ્ય નહીં હોવાથી હું ત્યાંથી ચાલી આવી હતી. જોકે આવું ઇરાદાપૂર્વક થયું હોય તેવું મને લાગતું નથી. પરંતુ જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઇ હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ બાબત કોઈને રજુઆત કરવા જેવું મને લાગતું નથી. પણ આ એક ગંભીર ભૂલ હોવાથી યુનિવર્સિટીનાં સત્તાધીશોએ આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેવી મારી અપીલ છે. 18 દિવસ પહેલા મેયરે કહ્યું હતું- ‘મહાકુંભ પ્રવાસને લઈ મને ટાર્ગેટ બનાવી’
મહાકુંભ સમયે મેયર સરકારી કાર લઈને પ્રયાગરાજ ગયા હતા. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. રાજકોટ પરત ફર્યા બાદ મેયરે કહ્યું હતું કે, મહાકુંભના પ્રવાસને લઈ મને ટાર્ગેટ બનાવવામાં આવી. જે તે સમયે મેયર નયનાબેન પેઢડીયાનાં મહાકુંભ પ્રવાસમાં તેઓ માત્ર રૂપિયા 2 પ્રતિ કિ.મી. લેખે સરકારી ઇનોવા લઈ ગયા હોવાનું ખુદ સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું. જોકે, મેયરે નિયમ મુજબ રૂ. 10 પ્રતિ કિ.મી. લેખે 34,780નું બિલ ચૂકવ્યું હતું અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પરિવાર સાથે મહાકુંભ પ્રવાસને લઈને મને ટાર્ગેટ બનાવવામાં આવી છે તેમજ લોકો સમક્ષ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 144 વર્ષ બાદ આવેલા અવસરને કારણે હું પરિવાર સાથે ધાર્મિક યાત્રાએ ગઈ હોવા છતાં ષડયંત્રનો ભોગ બની છું. પ્રદેશ મોકો આપશે તો રજૂઆત કરીશ. (સંપૂર્ણ સમાચાર વાંચો)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments