લવકુશ મિશ્રા
વંદે ભારત ટ્રેન હાઇ સ્પીડ, આરામદાયક મુસાફરી અને અત્યાધુનિક સુવિધાઓ માટે જાણીતી છે. ગુજરાતમાં વંદે ભારત ટ્રેનની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતમાં ચાર વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જ્યારે રાજ્યમાં પ્રસ્તાવિત 6 રૂટ પર વંદે ભારત ટ્રેનનું એલોટમેન્ટ અટકી પડ્યું છે. 20 કોચ ધરાવતી અમદાવાદ-મુંબઇ વંદે ભારત ટ્રેનનો પ્રસ્તાવ તૈયાર છે, તેની ટ્રાયલ પણ થઇ ગઈ છે. પરંતુ ટ્રેનના રેકનું અેલોટમેન્ટ અટકી ગયું છે. હાલમાં દેશભરમાં વંદે ભારતના કુલ 84 ટ્રેન સેટ તૈયાર છે. મોટાભાગની ટ્રેનો તેમના રૂટ પર ચાલી રહી છે, પરંતુ તેમાંથી 8 ટ્રેન સેટ એવા છે જે તૈયાર છે પરંતુ હાલમાં કોઈપણ સ્થાયી રૂટ પર ચાલી રહ્યા નથી. આ 8 વંદે ભારતમાંથી 6 વંદે ભારત ટ્રેન સેટ કોઈપણ રેલવે ઝોનને ફાળવવામાં આવ્યા નથી. જેના કારણે આ ટ્રેન શરૂ થઇ શકી નથી. રેલવે અધિકારીઓ કહી રહ્યા છે કે જેમ માગ આવશે, તે મુજબ તેની ફાળવણી સંબંધિત રેલવે ઝોનને કરવામાં આવશે. 6 પ્રસ્તાવિત વંદે ભારત ટ્રેનનું શિડ્યુલ નક્કી નથી
{ વડોદરા-પુણે (ટ્રાયલ પણ પૂર્ણ)
{ રાજકોટ-ઉધના(ટ્રાયલ પણ પૂર્ણ)
{ સુરત-ઈન્દોર
{ અમદાવાદ -ઈન્દોર
{ ઉદયપુર-સુરત વાયા હિંમતનગર
{ સુરત-અમરાવતી કયા કારણોસર નથી ચાલી રહી? અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરત-ઉધનાથી પ્રસ્તાવિત વંદે ભારત ટ્રેન અત્યારે ચલાવવામાં આવી રહી નથી કારણ કે અહીં સ્ટેશન રિડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે. જેના કારણે સુરતની 200થી વધુ ટ્રેનો ઉધના ખાતે શિફ્ટ થઇ છે. તેથી વિવિધ ટેકનિકલ કારણોસર અહીંથી નવી વંદે ભારત ટ્રેન ચાલી શકતી નથી. અમદાવાદ-મુંબઈની 20 કોચવાળી વંદે ભારતનો ટ્રાયલ થયો છે. બોર્ડની મંજૂરી મળ્યા પછી, હાલની 16 કોચ વંદે ભારતને 20 કોચમાં અપગ્રેડ કરાશે. પશ્ચિમ રેલવેને મળેલા ટ્રેન સેટ બીજા ઝોનમાં કાર્યરત
1.વંદે ભારતનો રેક નંબર 23 જે સ્પેર રેક છે, એ ક્યાંય નથી.
2.વંદે ભારતનો રેક નંબર 33 પશ્ચિમ રેલવેને ફાળવાયો છે. આ ટ્રેન દક્ષિણ પૂર્વ ઝોનમાં ચલાવાઇ રહી છે.
3. વંદે ભારતનો રેક નંબર 40 પશ્ચિમ રેલવેને ફાળવાયો છે, પરંતુ તે ઉત્તર રેલવે ઝોનમાં ચલાવવામાં આવે છે.
4. વંદે ભારતનો રેક નંબર 45 પણ એક સ્પેર રેક છે જે અત્યારે ક્યાંય ચાલી રહ્યી નથી.
5.વંદે ભારતનો રેક નંબર 50 પ. રેલવેને પણ મેન્ટેનન્સમાં. આ ઉપરાંત 6 વંદે ભારત ટ્રેનો તૈયાર છે. પણ તેમનો રૂટ નક્કી નથી. તેમાં વંદે ભારત રેક નંબર 49 (કોચ-8). રેક નંબર 66 (કોચ 8), રેક નંબર 77 (કોચ 20), રેક નંબર 78 (કોચ 20), રેક નંબર 79 (કોચ 20), રેક નંબર 80 (કોચ 8). શું કહે છે અધિકારીઓ?
અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશભરમાં ઘણા એવા રૂટ છે જ્યાં વંદે ભારત ટ્રેન ફાળવવાની છે, ઘણા રૂટ છે જ્યારે ઘણા ફાઇનલ રૂટ છે. વંદે ભારત ટ્રેન સેટની ફાળવણી સંબંધિત રૂટની તૈયારીઓ-વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરાય છે. ગુજરાતમાં ક્યાં ચાલી રહી છે વંદે ભારત? 1. અમદાવાદ -મુંબઈ સેન્ટ્રલ, 2. ગાંધીનગર -મુંબઈ સેન્ટ્રલ, 3. સાબરમતી -જોધપુર 4. ઓખા – અમદાવાદ