back to top
Homeસ્પોર્ટ્સરોહિત બધી જ ICC ફાઇનલમાં પહોંચનાર પહેલો કેપ્ટન:હાઈએસ્ટ સિક્સ ફટકારનાર બેટર પણ...

રોહિત બધી જ ICC ફાઇનલમાં પહોંચનાર પહેલો કેપ્ટન:હાઈએસ્ટ સિક્સ ફટકારનાર બેટર પણ બન્યા, રન ચેઝમાં વિરાટના 8 હજાર રન; મેચ રેકોર્ડ્સ

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. દુબઈ સ્ટેડિયમમાં સ્ટીવ સ્મિથના ફિફ્ટીને કારણે કાંગારૂઓએ 265 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, વિરાટ કોહલીના 84 રનની મદદથી ટીમનો વિજય થયો. મંગળવારનો દિવસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે રેકોર્ડનો દિવસ હતો. રોહિત તમામ ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ કેપ્ટન બન્યો. કોહલીએ વનડેમાં 161 કેચ પૂર્ણ કર્યા. રોહિત ICC વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. વિરાટે વનડેમાં ચેઝ કરતી વખતે 8 હજાર રન પૂરા કર્યા. IND vs AUS મેચના ટોપ રેકોર્ડ્સ વાંચો… ફેક્ટ્સ… 1. કોહલીએ વનડેમાં 161 કેચ પૂરા કર્યા વનડેમાં કેચ લેવાની બાબતમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ ધકેલી દીધો છે. વિરાટના નામે હવે 161 કેચ છે. રેકોર્ડમાં ટોપ પર શ્રીલંકાના મહેલા જયવર્ધને 218 કેચ સાથે છે.​​​​​ 2. રોહિત ICC વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો. તેણે હવે 42 ઇનિંગ્સમાં 65 છગ્ગા ફટકાર્યા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલને પાછળ ધકેલી દીધો, જેણે 51 ઇનિંગ્સમાં 64 છગ્ગા ફટકાર્યા હતા. 3. વિરાટે વનડેમાં ચેઝ કરતી વખતે 8 હજાર રન પૂરા કર્યા વિરાટ કોહલીએ વનડેની બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે પોતાના 8,000 રન પૂરા કર્યા. તેના નામે હવે 166 મેચમાં 8063 રન છે. આ યાદીમાં સચિન તેંડુલકર પ્રથમ ક્રમે છે, તેના નામે 236 મેચમાં 8720 રન છે. 4. વિરાટ ICC Oવનડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર બેટર વિરાટ કોહલી ICC વનડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર બેટ્સમેન બન્યો. તેણે 53 મેચોમાં 24 વખત 50થી વધુ રન બનાવ્યા છે. વિરાટે સચિનના 23 ફિફ્ટી+ રનના રેકોર્ડને તોડી નાખ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments