back to top
Homeભારતહાઈકોર્ટના જજે કહ્યું- મહિલાઓને પૂજા કરતાં સન્માનની વધુ જરૂર:જ્યાં મહિલાઓનું સન્માન થાય...

હાઈકોર્ટના જજે કહ્યું- મહિલાઓને પૂજા કરતાં સન્માનની વધુ જરૂર:જ્યાં મહિલાઓનું સન્માન થાય છે, ત્યાં ભગવાનનો વાસ હોય છે; માનસિકતા બદલવાની જરૂર છે

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે કહ્યું કે મહિલાઓને પૂજા કરતાં સન્માનની વધુ જરૂર છે. તેમનું સન્માન કરવું જોઈએ. જ્યાં મહિલાઓનું સન્માન થાય છે, ત્યાં ભગવાનનો વાસ હોય છે. આપણે માનસિકતા બદલવી પડશે. જેન્ડર સમાનતા હજુ પણ અધૂરી છે. મંગળવારે દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (DSLSA)ના કાર્યક્રમમાં જસ્ટિસ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું કે આજે પણ મહિલાઓને સમાજમાં સંપૂર્ણ સન્માન અને સમાનતા મળી નથી. આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન પણ મુખ્ય મહેમાન હતા. દિલ્હી હાઈકોર્ટના ઘણા જસ્ટિસ પણ હાજર હતા. કાર્યક્રમમાં, કાનૂની સેવાઓમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર મહિલા વકીલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પીડિત મહિલાઓ માટે એક પહેલ, વીરાંગના પ્રોજેક્ટ શું છે? DSLSA એ પ્રોજેક્ટ વીરાંગના શરૂ કર્યો છે. જે અંતર્ગત મહિલાઓને પેરા-લીગલ વોલેન્ટિયર્સ (PLV) તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. બે દિવસની ટ્રેનિંગ પછી આ મહિલાઓ કાયદાકીય સહાયના કાર્યમાં સામેલ થશે. આ યોજનામાં જાતીય ગુનાઓ અને એસિડ હુમલાના પીડિતો, ટ્રાન્સજેન્ડરો, મહિલા સેક્સ વર્કરો, બાળ જાતીય શોષણનો ભોગ બનેલ (હવે પુખ્ત વયની) મહિલાઓ, સામાજિક કાર્યકરો અને અન્ય નાગરિક સંગઠનોના સભ્યોનો સમાવેશ થાય છે. DSLSA ના સભ્ય સચિવ રાજીવ બંસલે જણાવ્યું હતું કે પસંદ કરાયેલા પેરા-લીગલ વોલંટિયર્સ (PLV)ને તેમના સેવા સમયગાળાના આધારે ચૂકવણી કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય માત્ર કાનૂની સહાય પૂરી પાડવાનો જ નથી પણ મહિલાઓને સશક્ત બનાવવાનો પણ છે. એકમાત્ર હેતુ એ છે કે તેમના અધિકારોનું રક્ષણ થાય. તેમણે વધુમાં જણાવ્યું કે 250 મહિલાઓમાંથી 104 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ટ્રેનિંગમાં ફક્ત 80 મહિલાઓ જ જોડાઈ હતી. DSLSA 4 થી 8 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે. ગુનાનો ભોગ બનેલી મહિલાઓ માટે હોટેલ મેનેજમેન્ટ કોર્સ
પ્રોજેક્ટ વીરાંગના હેઠળ, જાતીય ગુનાઓનો ભોગ બનેલા 40 પીડિતોને દિલ્હીના પુસા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ (IHM) ખાતે ફૂડ એન્ડ બેવરેજ કોર્સ કરાવવામાં આવશે. આ કોર્ષની ફી 1.25 થી 1.5 લાખ રૂપિયા છે, પરંતુ સંસ્થાએ તેને સંપૂર્ણપણે ફ્રીમાં કરાવવવાનો નિર્ણય લીધો છે. આ બેચ 8 માર્ચથી શરૂ થશે. DSLSA રોજગાર મેળાનું પણ આયોજન કરી રહ્યું છે. જ્યાં હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ ક્ષેત્રની ઘણી સંસ્થાઓ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments