કન્નડ ભાષાનું અપમાન કરવાના આરોપોને કારણે ‘છાવા’ એક્ટ્રેસ વિવાદોમાં ઘેરાયેલી હોય તેવું લાગે છે. તાજેતરમાં, કોંગ્રેસના એક ધારાસભ્યએ રશ્મિકા પર આરોપ લગાવ્યો છે કે થોડા સમય પહેલા તેને બેંગ્લોરમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેણે હૈદરાબાદની હોવાનું કહીને તેમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો, જ્યારે એક્ટ્રેસે કન્નડ સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આના પર કોંગ્રેસના ધારાસભ્યએ રશ્મિકાને પાઠ ભણાવવાની ચેતવણી આપી છે. આ અંગે એક્ટ્રેસની ટીમનું નિવેદન પણ સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય રવિ કુમાર ગૌડાએ તાજેતરમાં રશ્મિકાને પાઠ ભણાવવા વિશે વાત કરતા કહ્યું કે, રશ્મિકા મંદાનાએ કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લી વાર જ્યારે તેણે બેંગ્લોર ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે તેને કહ્યું હતું કે તે હૈદરાબાદમાં રહે છે અને તેની પાસે કર્ણાટક આવવા માટે સમય નથી. અમારા એક ધારાસભ્ય રશ્મિકાના ઘરે 10-12 વાર ગયા હતા, પરંતુ તેમણે કન્નડ વિશે વાંધાજનક વાતો કહી હતી. જ્યારે તે કન્નડ ભાષામાંથી આવે છે. શું તેમને પાઠ ન શીખવવો જોઈએ? ‘આ સમાચાર સંપૂર્ણપણે અફવાઓ છે’
વિવાદ વધતો ગયો તેમ, રશ્મિકા મંદાનાના નજીકના એક સૂત્રએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રશ્મિકાએ બેંગ્લોર ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનો ઇનકાર કર્યો હતો અને રાજ્ય સરકાર વિરુદ્ધ ખોટા નિવેદનો આપ્યા હોવાનો દાવો કરનારા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. આમાં કોઈ સત્ય નથી. ‘હું ડોક્યુમેન્ટ જાહેરમાં બતાવીશ’
રશ્મિકાની ટીમના સ્પષ્ટતા પછી પણ વિવાદ ઓછો થયો નહીં. હવે કોંગ્રેસના ધારાસભ્યએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, હું આને પડકારું છું. અમે રશ્મિકાને આમંત્રણ આપ્યું હતું અને તેણે ના પાડી દીધી હતી, અમે ડોક્યુમેન્ટ જાહેરમાં બતાવીશું. આ મામલે ભાજપના ધારાસભ્ય રાજીવ ચંદ્રશેખર રશ્મિકા મંદાનાના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે એક પોસ્ટ જારી કરીને કોંગ્રેસના ધારાસભ્યને સખત ઠપકો આપ્યો છે.