નર્મદા જિલ્લાના મોવી-દેડિયાપાડા રોડ (એસ.એચ. 160) પર ભારે વાહનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી. કે. ઉંધાડે જાહેરનામું બહાર પાડ્યું છે. આ માર્ગ પર ભાર વાહક મોટા વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી લોડેડ વીહીકલ્સ જેવા કે ટેમ્પો, બસ, ટ્રક, મલ્ટી એક્સેલ લોડેડ વીહીકલ અને હેવી કમર્શિયલ વીહીકલ માટે 15 જૂન 2025 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેડિયાપાડાથી રાજપીપલા તરફ જતાં વાહનો માટે નવો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. વાહનો દેડિયાપાડા-નિવાલ્દા-નિંગટ-કોયલીવાવ-સીંગલવાણ-જાંબાર-મોસકુવા-થપાવી-સેજપુર-બેડાકમ્પની-શણકોઈ-ચંદ્રવાણ થઈને નેત્રંગથી કાંટીપાડા-કોચબાર-ખરાઠા-મોવી માર્ગે રાજપીપલા પહોંચી શકશે. રાજપીપલાથી દેડિયાપાડા તરફ જતા વાહનો માટે ઉપરોક્ત માર્ગનો ઉલટા ક્રમમાં ઉપયોગ કરવાનો રહેશે. વાહનો મોવીથી ખરાઠા-કોચબાર-કાંટીપાડા-નેત્રંગ થઈને ચંદ્રવાણ-શણકોઈ-બેડાકમ્પની-સેજપુર-થપાવી-મોસકુવા-જાંબાર-સીંગલવાણ-કોયલીવાવ-નિંગટ-નિવાલ્દા માર્ગે દેડિયાપાડા પહોંચી શકશે. તમામ વાહન ચાલકોને આ નવા રૂટનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.