back to top
Homeગુજરાતધીરુ ગજેરાએ કીર્તિદાનને કહ્યું- 'સરકારી વાજા નહીં લોકોનો અવાજ બનો':લોકસાહિત્યકારે સ્માર્ટ મીટરના...

ધીરુ ગજેરાએ કીર્તિદાનને કહ્યું- ‘સરકારી વાજા નહીં લોકોનો અવાજ બનો’:લોકસાહિત્યકારે સ્માર્ટ મીટરના ફાયદા ગણાવતા ભાજપના પૂર્વ ધારાસભ્ય બરાબરના બગડ્યા

ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દે તીવ્ર ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ લોકગાયક કીર્તિદાન ગઢવીએ એક વીડિયો જાહેર કરીને PGVCLના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી. ત્યારે ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, પ્રજાની સમસ્યા અને આપત્તિની વાત હોય તો ક્યારેય સામે નહીં આવે પણ સરકારના સપોર્ટની વાતમાં તરત જ સામે દેખાશે. પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાટાઇ કરવી અયોગ્ય ગણાવી તેમણે કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે આ મામલે રાજકોટથી કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કહ્યું છે કે કલાકારો સરકારની કાકલૂદી કરે તો સમાજની અધોગતિ થાય છે. તો આવો સૌપ્રથમ એ જાણીએ કે આ આખો વિવાદ જેના કારણે થયો તે વીડિયોમાં કીર્તિદાન ગઢવીએ શું કહ્યું છે… ગુજરાતમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આ વિશે અમુક લોકો અફવાઓ ફેલાવે છે કે તમને નુકસાન થશે. એક જાગૃત નાગરિક તરીકે કહું છું કે સ્માર્ટ મીટર તમારા હિતમાં છે. લોકોની ખોટી અફવાઓથી દૂર રહેશો. સ્માર્ટ મીટર તમારા મોબાઇલથી પણ કનેક્ટ છે. બધું સ્માર્ટ થઈ ગયું છે, તો આપણું મીટર કેમ સાદું રહે? તેથી, હું તમને પ્રાર્થના કરું છું કે જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો. કારણ કે તેનું કનેક્શન સીધું તમારા મોબાઇલમાં રહેશે. તમે કેટલા યુનિટ વાપર્યા છે, બિલ સાઇકલ સહિતની બધી વિગતો તમને મળી રહેશે. વીડિયો મામલે ધીરુ ગજેરાની આકરી પ્રતિક્રિયા
વીડિયોને લઈ પ્રતિક્રિયા આપતા ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ ગઢવી પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ એક વીડિયો જાહેર કરતાં કહ્યું કે, ‘કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યાઓ પર ક્યારે બોલતા નથી, પણ જ્યારે સરકારને સપોર્ટ કરવાની વાત આવે ત્યારે તરત જ સામે આવે છે. તમને પ્રજાએ લોક સાહિત્યકાર બનાવ્યા છે, પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની દલાલી કરવી અયોગ્ય છે. તમારે પ્રજાની સાથે ઊભા રહેવું જોઈએ, નહીં કે સરકાર માટે ભાષણ આપવું.’ કલાકારો સરકારની કાકલૂદી કરે તો સમાજની અધોગતિ થાય: ઇન્દ્રનીલ રાજ્યગુરુ
સ્માર્ટ મીટર અંગે લોકગાયક કીર્તિદાન ગઢવીના નિવેદન અંગે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, સાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટર અંગે નિવેદન આપ્યું છે. લોક સાહિત્યકારોની ફરજ લોકોને જાગૃત કરવાની હોય છે. ત્યારે તેમણે સ્માર્ટ મીટરની જે વાત કરી તે મીટરને બરોબર સમજીને કરી હોય તો તે આવકારદાયક છે. બાકી આવા નિવેદનો કરવા જોઈએ નહીં. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ જે કામ કર્યું તેવું લોક સાહિત્યકારે કરવું જોઈએ. બરોડા, મોરબી અને રાજકોટ જેવા કાંડમાં આ સાહિત્યકારો ક્યાં જતા રહે છે? જાહેર જીવનની રીઢ ગણાય તેવા આ કલાકારો સરકારની કાકલૂદી કરવા માંડે તો સમાજની અધોગતિ થવાની શક્યતા છે. સ્માર્ટ મીટર વિવાદ બરાબર ગરમાયો
સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતમાં ઘણા વિરોધ થયા છે. લોકો વીજ બિલમાં વધારા અને ટેક્નોલોજીના દુરુપયોગને લઈને ચિંતિત છે. જો કે, સરકાર સતત દાવો કરી રહી છે કે સ્માર્ટ મીટર રાજ્યના હિતમાં છે અને તેમાં કોઈ ખોટ નથી. કીર્તિદાન ગઢવી અને ધીરુ ગજેરા વચ્ચેના આ ટકરાવે આ મુદ્દાને વધુ ગરમાવ્યો છે. હવે જોવું રહ્યું કે, આ વિવાદ ક્યાં સુધી આગળ વધે છે અને કઈ તરફ વળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments