back to top
Homeગુજરાત‘મારા મિત્ર ઓફિસમાં ખુરશીમાં બેઠા-બેઠા ઢળી પડ્યા છે’:પોલીસને માહિતી આપનાર જ હત્યારો...

‘મારા મિત્ર ઓફિસમાં ખુરશીમાં બેઠા-બેઠા ઢળી પડ્યા છે’:પોલીસને માહિતી આપનાર જ હત્યારો નીકળ્યો, ભાડાની કાર વેચી પૈસા હડપવા મિત્રએ 5 લોકો સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો

વડોદરામાં દહેશત ફેલાવતો ગુનાનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે, મિત્ર પાસેથી ભાડે લીધેલી કાર બારોબાર વેચી પૈસા હડપી લેતા પઠાણી ઉઘરાણી માટે ઓફિસે બોલાવ્યો. 5 લોકો સાથે મળીને ઢોર માર મારીને મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. જોકે, બાદમાં પોલીસથી બચવા જાતે જ પોલીસને ફોન કરીને હત્યાને આકસ્મિક મોતમાં પલટાવવા પ્રયાસ કર્યો પણ પોલીસ તપાસમાં ભાંડો ફૂટતા ગણતરીના કલાકોમાં તેની સાથે અન્ય બે આરોપીની ફતેગંજ પોલીસે ધરપકડ કરી લીધી, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. કાર વેચી હડપેલા પૈસાની ઊઘરાણીમાં હત્યાનો ખેલ ખેલાયો
આણંદ જિલ્લાના સારસા ગામના પાર્થ ઉર્ફે રવિ દિપકભાઈ સુથાર વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 11 ફેબ્રુઆરીના રોજ યુવકે વિશ્વજીત વાઘેલાની સ્વીફ્ટ કાર રૂ. 3000 પ્રતિ દિવસ ભાડે લીધી હતી અને થોડા સમય બાદ સાઠંબા (અરવલ્લી) ખાતે કાર વેચી નાણા હડપી લીધા હતા. જોકે, આ વાતથી વિશ્વજીત અજાણ હતો. થોડા સમય સુધી પોતાની કાર પરત ન મળતા તેણે પાર્થ પાસે કાર અંગે પૂછપરછ કરતા તેને કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તારો ભાઇ મારી ગાડી લઇ ગયો છે
કારનું ભાડુ 50 હજાર કરતા વધુ થઇ જતા વિશ્વજીતે પાર્થ સુથાર પાસે રૂપિયા અને કારની ઉઘરાણી કરી હતી. જે બાદ તે જુદા-જુદા બહાના આપીને સમય પસાર કરતો હતો. આખરે વિશ્વજીત અને તેનો મિત્ર જયદિપ સોલંકીએ પાર્થના ભાઇ આકાશનો સંપર્ક કરી તેને મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં આ બંનેએ આકાશને જણાવ્યું હતુ કે, તારો ભાઇ મારી ગાડી લઇ ગયો છે, જે પાછી અપાવી દો નહીં તો જોવા જેવી થશે એવી ધમકી આપી બંને ત્યાંથી નીકળી ગયા હતા. હમણા વાત નહી થાય અમે દાહોદ છીએ
જોકે, ત્યારબાદ મોડી રાત્રે આકાશનો પાર્થને ફોન આવ્યો પણ વાત થઇ ન હતી. જે બાદ સવારે પાર્થ સાથે ફોન પર વાત થતા તેણે જણાવ્યું હતુ કે, વિશ્વજીત વાઘેલાની સ્વીફ્ટ કાર તેને વેચી નાખી પૈસા લઇ લીધા છે, તે પૈસા માંગવા માટે વિશ્વજીત વાઘેલા સાથે મારે તકરાર ચાલું છે અને હાલ હું છાણી જકાતનાકા સ્થિત તેની ઓફિસે આવ્યો છે. જે બાદ તેને ફોન કાપી નાખ્યો હતો. આ પછી પાર્થનો સંપર્ક કરતા કોઇ અન્ય વ્યક્તિએ ફોન ઉપાડી જયદિપ બોલું છું તેમ જણાવ્યું હતુ, અને પાર્થ સાથે વાત કરવાનું કહેતા તેણે કહ્યું હતુ કે, હમણા વાત થઇ શકે તેમ નથી, હાલ અમે દાહોદ છે કહીં ફોન કાપી નાખ્યો હતો. પોલીસને માહિતી આપનાર જ આરોપી નીકળ્યો
પાર્થને છાણી જકાતનાકા ખાતે બોલાવી તેના પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. 4 માર્ચે સાંજે પાર્થને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઓફિસમાં ખુરશીમાં બેઠા-બેઠા ઢળી પડ્યા છે
વિશ્વજીતે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહ્યું હતું કે, મારા મિત્ર પાર્થ ઉર્ફે રવિ ઓફિસમાં ખુરશીમાં બેઠા બેઠા ઢળી પડ્યા છે અને તેમને હું 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવ્યો છું જેમને તબીબોએ જાહેર કર્યા છે. જેને પગલે ફતેગંજ પોલીસ પણ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી એને મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે, પોલીસને માહિતી આપનાર જ આરોપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી
આ સમગ્ર મામલો ફતેગંજ પોલીસ સ્ટેશને પહોંચતા આ મામલે તપાસનો દોર શરૂ થયો હતો. પાર્થ સુથારને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારનાર વિશ્વજીત વાઘેલા (રહે. મોક્સી ગામ તા, સાવલી વડોદરા), પ્રગ્નેશ ઉર્ફે ભયલુ બકુલભાઇ રાણા (રહે. છાણી ગામ દુમાડ રોડ, વડોદરા) અને રોનકકુમાર મહેન્દ્રભાઇ ચૌહાણ (રહે. છાણી ગામ, વડોદરા)નાઓની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં સામેલ જયદિપ કનુભાઇ સોલંકી અને જયદિપના મિત્રની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments