ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં બંને ટીમ 25 વર્ષ પછી એકબીજાનો સામનો કરશે. વર્ષ 2000માં, ન્યૂઝીલેન્ડે ફાઈનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ફાઈનલ 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે આ મેદાન પર તેની બધી મેચ રમી હતી અને બધી જીતી હતી. બીજી તરફ, ન્યૂઝીલેન્ડને ભારત સામે ટુર્નામેન્ટમાં એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો. આ હારનો સામનો દુબઈની ગ્રાઉન્ડ પર જ ગ્રૂપ સ્ટેજમાં થયો હતો. આ કહાનીમાં ટુર્નામેન્ટમાં બંને ટીમની સફર જાણીશું… ભારતે શરૂઆતની બે મેચ 6 વિકેટથી જીતી સેમિફાઈનલમાં પણ વિરાટ ચમક્યો ભારતનો સેમિફાઈનલ મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા. સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીએ ફિફ્ટી ફટકારી. ભારતે પાવરપ્લેમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી, અહીં વિરાટ કોહલીએ શ્રેયસ અય્યર સાથે મળીને ઇનિંગ્સની કમાન સંભાળી હતી. વિરાટે સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને 56 સિંગલ્સ અને 5 ચોગ્ગાની મદદથી 84 રન બનાવ્યા. તેણે શ્રેયસ સાથે 91 રનની ભાગીદારી કરી. અંતે, અક્ષર પટેલ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ 49મી ઓવરમાં ટીમને વિજય અપાવવા માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું સાઉથ આફ્રિકાને સેમિફાઈનલમાં હરાવ્યું ન્યૂઝીલેન્ડે લાહોરમાં સાઉથ આફ્રિકા સામે સેમિફાઈનલ રમી હતી. ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી. રચિન રવીન્દ્ર અને કેન વિલિયમસનની સદીઓની મદદથી ટીમે 6 વિકેટ ગુમાવીને 362 રન બનાવ્યા. અંતે, ગ્લેન ફિલિપ્સ અને ડેરીલ મિચેલે 49-49 રનની ઇનિંગ્સ રમી. મોટા ટાર્ગેટને ચેઝ કરી રહેલા સાઉથ આફ્રિકાએ સાવધાનીપૂર્વક શરૂઆત કરી. કેપ્ટન ટેમ્બા બાવુમા અને રાસી વાન ડેર ડુસેને ફિફ્ટી ફટકારી. બંને આઉટ થતાં જ ટીમ તૂટી ગઈ. ડેવિડ મિલરે એક છેડો પકડી રાખ્યો, પણ તેને બીજા છેડેથી કોઈ ટેકો મળ્યો નહીં. તેણે સદી ફટકારી, પરંતુ ટીમ ફક્ત 312 રન જ બનાવી શકી. ભારતે ગ્રૂપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બીજી વખત ટકરાશે. આ પહેલા, બંને 2 માર્ચે દુબઈમાં એકબીજાનો સામનો કર્યો હતો. પહેલી બેટિંગ કરતા ભારતે 249 રન બનાવ્યા. શ્રેયસ અય્યરે 79 અને હાર્દિક પંડ્યાએ 45 રન બનાવ્યા હતા. મેટ હેનરીએ 5 વિકેટ લીધી. 250 રનના ટાર્ગેટને ચેઝ કરતા ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસને ધીમી પિચ પર 81 રન બનાવ્યા. તેને બીજા છેડેથી કોઈ બેટર્સનો સાથ મળ્યો નહીં. વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી અને ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હવે બંને ટીમ ફરી એકવાર દુબઈમાં ટાઇટલ માટે ટકરાશે. ટોચના 3 વિકેટ લેનારા બોલરોમાં 2 ભારતીય બોલર ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી ટુર્નામેન્ટનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે સેમિફાઈનલમાં 2 વિકેટ લીધી. તેણે ભારત સામે 5 વિકેટ લીધી હતી. ભારતના મોહમ્મદ શમી 8 વિકેટ સાથે બીજા સ્થાને છે અને વરુણ ચક્રવર્તી 7 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. કોહલી અને રચિન વચ્ચે ટોચના બેટર્સ બનવા માટેનો જંગ ઇંગ્લેન્ડના બેન ડકેટ 227 રન સાથે ટોચ પર છે. ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રએ 2 સદી ફટકારીને 226 રન બનાવ્યા છે. તે બીજા નંબરે છે. ભારતનો વિરાટ કોહલી 217 રન સાથે ચોથા સ્થાને છે. ફાઈનલમાં, આ બે બેટર્સ વચ્ચે ટોચના બેટર બનવા માટે જંગ થશે. સ્પોર્ટ્સના સમાચાર પણ વાંચો… ન્યૂઝીલેન્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં: સાઉથ આફ્રિકાને 50 રને હરાવ્યું, 9 માર્ચે દુબઈમાં ભારતનો સામનો કરશે ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. જ્યાં કિવીઓ 9 માર્ચે દુબઈના મેદાન પર ભારતીય ટીમનો સામનો કરશે. બુધવારે લાહોરમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો…