back to top
Homeગુજરાતસૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત આવશે PM મોદી:સેલવાસામાં 450 બેડની નમો હોસ્પિટલનું...

સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત આવશે PM મોદી:સેલવાસામાં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરી સુરતમાં ભવ્ય રોડ શો કરશે, જુઓ પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ

PM મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવશે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂપ પણ ધારણ કરી લીધા છે. તો બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે. PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ 1.30 વાગ્યે પહોંચશે અને ત્યાંથી સેલવાસા જશે. સેલવાસામાં તેઓ 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેની સાથે જ 650 બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ભૂમિપૂજન પણ કરશે. ગંગટોક બાદ દેશના બીજા નંબરના દરિયા કિનારે આવેલા દમણનું એડવાન્સ નાઇટ માર્કેટ, દેવકા કિનારે આવેલી ટોય ટ્રેન અને પંચાયત ઘર, દીવમાં સર્કિટ હાઉસ એમ ચાર અન્ય કાર્યોનું લોકાર્પણ કરશે. મોદી કુલ 2587 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. આ વડાપ્રધાનની છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલીની ચોથી મુલાકાત છે. સેલવાસાના કાર્યક્રમ બાદ પીએમ મોદી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભાં કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે. શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે. 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા
આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ, નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. IPSથી PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડેપગે
PMની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.સુરક્ષા દૃષ્ટિએ PMના રૂટ પર બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરી છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાશે
PM મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલાં 30થી વધુ સ્ટેજ પર દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોકસંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. લિંબાયત વિસ્તાર મિની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશનાં 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. PM મોદી નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા
શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ અને ઉદ્યોગપતિઓ સાથે મિટિંગ
જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ PM મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ સુરતના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે. આ મુલાકાતમાં શહેરના ઉદ્યોગ અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરી શકે છે.ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે. મોદીની સુરક્ષામાં 2165 કોન્સ્ટેબલ, 187 PSI, 61 PI, 5 SP, 16 મહિલા DySP કરશે સુરક્ષા બંદોબસ્ત અને પુરુષ પોલીસ ટ્રાફિક – પાર્કિંગ વ્યવસ્થા સંભાળશે
નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાનાર ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આઠમી માર્ચ એટલે કે, વિશ્વ મહિલા દિનના દિવસે યોજનારા આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની કુલ 1,50,000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ વ્યવસ્થા મહિલાઓના શિરે રહેશે, જે આ કાર્યક્રમની વિશેષતા બની રહેશે. વડાપ્રધાનના હેલીપેડથી લઇ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થા પણ મહિલા પોલીસ કર્મચારીઓ નિભાવશે. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. અંદાજિત 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. હેલિપેડથી કાર્યક્રમ સ્થળ સુધીની જવાબદારી મહિલાઓના શિરે
નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળથી લઇ વડાપ્રધાનના હેલીપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના શિરે છે. જ્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે. જોકે સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવની પૂર્ણા તોરવણે રેહશે. નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાંથી આ લખપતી દીદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજરી આપશે. તેમના આવાગમન માટે રાજ્ય એસટી નિગમની બસ ફાળવવામાં આવી છે. કાર્યક્રમની મહત્વની તમામ વ્યવસ્થા મહિલા સંભાળશે
આ મામલે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા એસ. આગ્રેએ જણાવ્યું કે, નવસારી જિલ્લામાં વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં વડાપ્રધાન સાહેબ હાજર રહેશે અને તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓના સીરે છે. ઉપરાંત વિશેષ વાત એ પણ છે કે, નવસારીમાં કલેકટર અને ડીડીઓ પણ મહિલા હોય વિશેષ જવાબદારી નિભાવવા તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં હાજર રહેનાર મહિલાઓ માટે પણ એસટી બસની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મંડપથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અન્ય જવાબદારી પીએમ ઓફિસથી કરાય છે. સ્થાનિક લેવલે કાર્યક્રમની તમામ વ્યવસ્થા ઉભી કરી લેવાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments