back to top
Homeમનોરંજનગોવિંદાના પૂર્વ સેક્રેટરીનું નિધન:અંતિમ વિદાય આપતી વખતે એક્ટર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો;...

ગોવિંદાના પૂર્વ સેક્રેટરીનું નિધન:અંતિમ વિદાય આપતી વખતે એક્ટર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો; એક સમયે ચૂંટણીમાં ગોવિંદાએ શશિ પ્રભુ માટે પ્રચાર કર્યો હતો

છેલ્લાં ઘણાં વર્ષો સુધી ગોવિંદાના સેક્રેટરી તરીકે કામ કરી ચૂકેલા શશિ પ્રભુનું ગુરુવારે સાંજે લગભગ 4 વાગ્યે અવસાન થયું. પોતાના સેક્રેટરીના મૃત્યુના સમાચાર સાંભળીને, ગોવિંદા ઝડપથી તેમના ઘરે પહોંચ્યો અને શોકામગ્ન પરિવારને સાંત્વના આપી. હવે શશિ પ્રભુના અંતિમ સંસ્કારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગોવિંદા ખૂબ જ રડતો જોવા મળે છે. ગુરુવારે રાત્રે 10 વાગ્યે શશિ પ્રભુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ સમયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગોવિંદા મૃતકના પરિવારને સાત્વના આપતો જોવા મળી રહ્યો છે. એક્ટર, માથા પર સફેદ રૂમાલ વીંટાળીલો, આંસુ લૂછતો અને પોતાનું દર્દ છુપાવતો જોવા મળે છે. શશિ પ્રભુ માત્ર ગોવિંદાના સેક્રેટરી જ નહીં, પણ તેમના નજીકના મિત્ર પણ હતા. તે ગોવિંદા સાથે તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોથી કામ કરી રહ્યા હતા. તાજેતરમાં, જ્યારે ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાના સમાચાર આવ્યા, ત્યારે પણ શશી પ્રભુએ તેમનો બચાવ કર્યો અને સ્પષ્ટતા કરી કે આ દંપતી વચ્ચે બધું બરાબર છે. આ ઉપરાંત, ગોવિંદાને ગોળી વાગવાથી પગમાં ગોળી વાગી ત્યારે શશી પણ તેને બચાવવા આગળ આવ્યા હતા. ગોવિંદાના બીજા સેક્રેટરીના અવસાનની અફવા ફેલાઈ ખરેખર, ગોવિંદાના હાલના સેક્રેટરી શશિ સિંહા છે. જ્યારે શશિ પ્રભુ તેમના ભૂતપૂર્વ સેક્રેટરી હતા. તાજેતરમાં, ગોવિંદાના વર્તમાન સેક્રેટરી શશિ સિંહાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગત દિવસોમાં, તેમના ઘણા નજીકના મિત્રો તેમના મૃત્યુના સમાચાર વિશે માહિતી મેળવવા માટે તેમના પરિવારને ફોન અને મેસેજ કરી રહ્યા છે. IANS ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ‘મારા મૃત્યુના ખોટા સમાચાર ફેલાયા પછી, મને મારા ફોન પર ઘણા શોક સંદેશાઓ અને કોલ મળી રહ્યા છે.’ કારણ કે મારું નામ ગોવિંદાના જૂના મિત્ર અને ભૂતપૂર્વ સેક્રેટરી શશી પ્રભુ સાથે મળતું આવે છે. તેથી જ લોકોને ગેરસમજ થઈ છે. ફિલ્મ ‘ઇલ્ઝામ’ ના સમય સુધી, શશિ પ્રભુ ગોવિંદાના સેક્રેટરી હતા, પરંતુ ત્યારથી હું આ કામ જોઈ રહ્યો છું. ગોવિંદાના સેક્રેટરી શશી પ્રભુએ એક સમયે મુંબઈના બોરીવલીથી ચૂંટણી લડી હતી. તે સમયે ગોવિંદા પણ સાંસદ હતા. ચૂંટણીમાં પોતાના સેક્રેટરીની જીત સુનિશ્ચિત કરવા માટે, ગોવિંદા પોતે બોરીવલી સ્ટેશન, દહીસર, ગણપત પાટિલ નગર જેવા વિવિધ સ્થળોએ ગયા અને તેમના માટે પ્રચાર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments