વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 7 અને 8 દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે, જેમાં આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે મહિલાઓને સન્માનિત કરવાની કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, જેમાં એક લાખ જેટલી મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સન્માનિત કરશે. વડાપ્રધાનની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમને લખપતિ દીદી કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે, જેમાં સફળ મહિલાઓ કે જીવો વાર્ષિક ₹1,00,000 રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવશે. તો શું છે આ લખપતિ દીદીના સફળતાની કહાની જોઈશું દિવ્યભાસ્કરના આ વિશેષ અહેવાલમાં… ભારત સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ પણ હવે આર્થિક ક્રાંતિ સર્જી લખપતિ દીદી બની રહી છે. નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો શાહુ ગામના સંગીતા સોલંકીએ પણ આર્થિક રીતે આત્મનિર્ભર બનવા સખી મંડળની મદદથી ધિરાણ મેળવી આજે બેંક મિત્ર અને CSC સેન્ટર થકી વર્ષે એક લાખથી વધુની આવક મેળવી લખપતિ દીદી બન્યા છે. આ એક દીદીની વાત નથી, રાજ્યમાં લાખો લખપતિ દીદીએ પોતાનું આર્થિક જીવન ધોરણમાં નોંધપાત્ર બદલાવ લાવ્યો છે. ‘પોતાના ઘરે જ બેંક મિત્રનું યુનિટ બનાવ્યું છે’
શરૂઆતમાં સિલાઈ કામ કરીને સંગીતા સોલંકી આર્થિક ઉપાર્જન કરતાં, પણ એમાં આવક ઓછી હતી. બીજુ ગામથી દૂર નોકરી માટે પણ જઈ શકે એમ ન હતા. જેથી વર્ષ 2014માં મિશન મંગલમ હેઠળ ગામની જ 10 મહિલાઓના ગ્રુપમાં જોડાયા અને નાનું ધિરાણ મેળવી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. પરંતુ એમાં પણ એમને સંતોષ ન હતો, દરમિયાન CSC હેઠળ બેન્ક મિત્રની તાલીમ મેળવી અને પોતાના ઘરે જ બેંક મિત્રનું યુનિટ મેળવી, મુદ્રા લોન હેઠળ કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો વસાવ્યા અને કામ શરૂ કર્યુ હતું. શરૂઆતના પ્રથમ મહિને ફક્ત 175 રૂપિયા મળતા તેઓ નિરાશ થયા હતા. પરંતુ હિંમત હાર્યા વિના ધગશથી બેન્કના કામ સાથે પાન કાર્ડ, આધાર કાર્ડ, ઈ શ્રમિક કાર્ડ તેમજ ગેસ અને લાઈટ બીલ જેવી સેવાઓ પણ શરૂ કરી અને આજે મહિને 10 હજાર રૂપિયાની આવક મેળવતા થયા છે. સંગીતા સોલંકી વર્ષે 1.20 લાખ રૂપિયાની આવક મેળવી લખપતિ દીદી બનતા ભારત સરકાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે. ‘હવે વર્ષે એક લાખથી વધુની કમાણી થાય છે’
બીજીતરફ નવસારી જિલ્લાના મોલધરા ગામમાં રહેતા જિગીષા મિસ્ત્રી જણાવે છે કે તેમણે પ્રધાનમંત્રી યોજનામાંથી દોઢ લાખ રૂપિયાની સહાય મેળવી ઇમિટેશન જ્વેલરીનો ધંધો શરૂ કર્યો છે, નવરાત્રિ અને રક્ષાબંધન જેવા તહેવારોમાં તેમનો બનાવેલો માલ ખૂબ વેચાય છે અને વાર્ષિક તેઓ એક લાખથી વધુની કમાણી કરે છે, જેથી તેઓ લખપતિ દીધી યોજનામાં સામેલ થયા છે, વાર્ષિક આવકથી તેઓ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. ‘મિશન મંગલમ યોજના થતી આર્થિક પરિસ્થિતિ સુધરી’
ત્યારે જિલ્લા લાઇવલીહુડ મેનેજર મયુરી વાડીયાએ કહ્યું કે, મિશન મંગલમ યોજના અંતર્ગત અમે ગ્રામીણ વિસ્તારની મહિલાઓની આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કામ કરીએ છીએ તેઓને તાલીમ આપીને પગભર કરી વાર્ષિક લાખ રૂપિયાથી વધુ કમાણી કરે તેટલી સક્ષમ બનાવીએ છીએ. અમારી આર્થિક પરિસ્થિતિ સુધરી છે. નવસારીમાં કુલ 41077 લખપતિ દીદીઓ
મહિલાઓના કલ્યાણ અને સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સહાય કરવામાં આવે છે. સખી મંડળની બહેનો દ્વારા જે પ્રોડક્ટ ઉત્પાદન થાય તેના વેચાણ માટે માર્કેટ પણ સરકાર દ્વારા વખતોવખત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના દ્વારા આજિવીકા મેળવી મહિલાઓ ઉન્નત સર સાથે ખુમારીભરી જિંદગી જીવતા થઈ છે. મહિલાઓ સશક્તિકરણના ઉદેશ્યને લઈને ચાલી રહેલી રાજ્ય સરકારના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં કુલ 41077 મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. આ મહિલા આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારના અન્ય વિભાગો પણ આગળ આવ્યા છે. નવસારી જિલ્લામાં 41077 લખપતિ દીદીમાંથી 36667 લખપતિ દીદીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સિવાય અન્ય એજન્સીઓ દ્વારા પણ વર્ષ દરમિયાન રૂ. 78 કરોડ 37 લાખની સહાય ચૂકવવામાં આવી છે. શું છે લખપતિ દીદી યોજના?
મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા 15 ઓગસ્ટ, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજના આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિની મહિલાઓને આગળ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. લખપતિ દીદી યોજના દેશમાં મહિલાઓ માટે ચલાવવામાં આવતા સ્વ-સહાય જૂથો સાથે સંબંધિત છે. આ સ્વ-સહાય જૂથોમાં બેંક વાલી દીદી, આંગણવાડી દીદી, દવા વાલી દીદીનો સમાવેશ થાય છે. ‘લખપતિ દીદી’ બનવાની પ્રોસેસ ઉદ્યોગ શરૂ કરવાં લોન કેવી રીતે મળશે? અરજી કરવા માટે જરૂર ડોક્યુમેન્ટ