શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું. આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. પાઇલટ વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. આ અકસ્માત પંચકુલાના મોરનીના બલદવાલા ગામ પાસે થયો હતો. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે પાઇલટે વિમાનને રહેણાક વિસ્તારથી દૂર લઈ ગયો અને પછી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. પ્લેનક્રેશની કેટલીક તસવીરો…