back to top
Homeગુજરાતરાહુલ ગાંધી સમક્ષ 4 કાર્યકરોએ હૈયાવરાળ ઠાલવી:'પાર્ટી વિરુદ્ધ કામ કરનારા ગદ્દારોને હાંકી...

રાહુલ ગાંધી સમક્ષ 4 કાર્યકરોએ હૈયાવરાળ ઠાલવી:’પાર્ટી વિરુદ્ધ કામ કરનારા ગદ્દારોને હાંકી કાઢો, ફૂટેલા અને ગણ્યા ગાંઠ્યા નેતાઓનું જ ચાલે છે અને કોઈનું સાંભળતા નથી’

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધી-સરદાર પટેલની ધરતી પરથી કોંગ્રેસને બેઠી કરવા કમરકસી છે. જેને લઈને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના સિનિયર આગેવાનોથી લઈને તાલુકા લેવલના લીડર્સ સાથે વાત કરી હતી. આ બેઠકમાં રાજ્યની મુખ્ય સમસ્યાઓ, કોંગ્રેસના સંગઠન, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. સંગઠનમાં મોટાપાયે ફેરફાર સાથે હોદ્દેદારોને જવાબદારી સાથે જવાબદેહી પણ સુનિશ્ચિત કરાશે. જો કે રાહુલ ગાંધી સાથે સવારના 11થી સાંજના 6 વાગ્યા સુધી યોજાયેલી 5 મિટિંગમાં છેલ્લે કોંગ્રેસના તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે ચર્ચા કરી હતી. જેમાં સંગઠન અને તાલુકા પ્રમુખોએ રાહુલનો જ સંદેશ ‘ડરો મત અને ડરાવ મત’ને મંત્ર બનાવી સિનિયર નેતાઓ સામે હૈયાવરાળ ઠાલવી હતી. કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ તાલુકા કક્ષાના નેતાઓને ઓળખતા ના હોવાની ફરિયાદ કરી દીધી હતી. અમરેલીના એક કાર્યકરે તો રાહુલ ગાંધી સામે જ બળાપો ઠાલવી દીધો હતો. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે મોકલવા પણ કાર્યકરોએ માંગ કરી હતી. રાહુલ ગાંધી સામે દિલની વાત કરનારા કાર્યકરો સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. જેમાં તેમણે મિટિંગમાં કેવી કેવી રજૂઆતો કરી તે અંગે બિનધાસ્તપણે જણાવી દીધું હતું. ‘સંગઠનના ગદ્દારો સામે પગલાં લો’
તળાજા કોંગ્રસ તાલુકા સમિતિ પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, પહેલી વખત રાષ્ટ્રીય નેતાએ તાલુકા પ્રમુખ સુધીના નેતાઓને રૂબરૂ બોલાવીને સાંભળ્યા છે. લોકોએ ખુલીને રજૂઆત કરી છે. સંગઠનને મજબૂત કરવાની તથા સંગઠનમાં જે ગદ્દારો છે તેમની વિરુદ્ધ પગલા લેવાની રાહુલ ગાંધીને રજૂઆત કરી છે. ‘બની બેઠેલા 5-10 નેતા કોઈને સાંભળતા નથી’
બનાસકાંઠાના લાખણી તાલુકાના પ્રમુખ જયેશ કરમઢાએ જણાવ્યું હતું કે સવારે 11:00 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાહુલ ગાંધી નાના માણસોને મળ્યા છે અને તેમને સાંભળ્યા છે. ગુજરાતમાં 30 વર્ષથી સરકારના બનવાનું કારણ શું, સંગઠનનો અભાવ, કોનું દબાણ સહિતના પ્રશ્નો સાંભળ્યા અને જમીન સ્તરની વાતચીત કરી છે. તેમજ બની બેઠેલા 5-10 નેતાઓ જે કોઈને સાંભળતા નથી તેમની રજૂઆત લોકોએ રાહુલ ગાંધીને કરી છે. ‘દિલથી એવું લાગ્યું કે આપણને આપણો નેતા મળ્યો’
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના દિનેશભાઈ રથવીએ જણાવ્યું હતું કે, આજે તાલુકા પ્રમુખોની મિટિંગ હતી આજે પ્રથમ વખત એવું લાગ્યું કે તાલુકા પ્રમુખને પણ સાંભળનાર કોઈ મળ્યું છે. આજે દિલથી એવું લાગ્યું કે આપણને આપણો નેતા મળ્યો છે, કોઈ જન નાયક મળ્યો છે. તાલુકા પ્રમુખોની રજૂઆત તરીકે અમે કહ્યું કે, અમારે અમારા જેવા ગ્રાઉન્ડ પર રહી કામ કરતા નાના કાર્યકરોને સાંભળનારો માણસ જોઈએ છે. જે ફૂટેલા અને ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે તેમનું જ ચાલે છે. નાના માણસોનું ચાલે તે દિશામાં આગળ વધવું જોઈએ. ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશ સોલંકીએ જણાવ્યું કે, પહેલીવાર કોઈ રાષ્ટ્રીય નેતાએ અમારી વાત સાંભળી છે. બધાની એક જ રજૂઆત હતી કે સંગઠન મજબૂત કરવું અને વિવાદો ન કરવા. રાહુલે આક્રોશમાં આવેલા કાર્યકરને જાહેરમાં સિનિયર નેતાનું નામ લેતા રોક્યો
7 માર્ચે બપોર બાદ યોજાયેલી મિટિંગમાં કાર્યકરો અને વોર્ડ પ્રમુખોએ રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી કે જૂના લોકોને જ આગળ કરવામાં આવે છે, હવે નવા લોકોને આગળ કરવામાં આવે. આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે, આટલા વર્ષમાં કયા પ્રમુખની કામગીરી સારી લાગી? આ ઉપરાંત મિટિંગમાં એક કાર્યકર સિનિયર નેતા સામે આક્રોશમાં હતો અને જાહેરમાં તેનું નામ આપવા પણ તૈયાર હતો. પરંતુ રાહુલ ગાંધીએ જાહેરમાં નામ લેતા લોકોને અટકાવ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments