કર્ણાટકના હમ્પીમાં એક ઇઝરાયલી મહિલા પ્રવાસી અને એક હોમસ્ટે માલિક પર ત્રણ પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના 6 માર્ચે રાત્રે લગભગ 11:30 વાગ્યે તુંગભદ્રા નહેરના કિનારે બની હતી જ્યારે મહિલાઓ નહેરના કિનારે બેઠી હતી. મહિલા સાથે ત્રણ અન્ય પ્રવાસીઓ પણ હતા, જેમાંથી એક, ડેનિયલ અમેરિકાનો હતો, જ્યારે અન્ય બે મહારાષ્ટ્ર અને ઓડિશાના હતા. આરોપીઓએ ત્રણેયને નહેરમાં ધકેલી દીધા. જેમાં ઓડિશામાં રહેતા એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું. જાણો સમગ્ર મામલો
હોમસ્ટેના માલિકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અને તેના ચાર મહેમાનો મોડી રાત્રે રાત્રિભોજન પછી તુંગભદ્રા લેફ્ટ બેંક કેનાલ પર તારા જોવા ગયા હતા. પછી ત્રણ આરોપીઓ બાઇક પર ત્યાં પહોંચ્યા. પહેલા તેમણે પૂછ્યું કે તેઓ પેટ્રોલ ક્યાંથી મેળવી શકે છે અને પછી ઇઝરાયલી મહિલા પાસેથી 100 રૂપિયા માંગવા લાગ્યો. જ્યારે પ્રવાસીઓએ ના પાડી, ત્યારે આરોપીઓએ મહિલાઓ પર હુમલો કર્યો અને બળાત્કાર ગુજાર્યો અને બાઇક પર ભાગી ગયા. પોલીસે કહ્યું- આરોપીઓની શોધ ચાલુ છે
કોપ્પલના એસપી રામ એલ અરાસિડીએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓને શોધવા માટે બે ખાસ ટીમ કાર્યરત છે. આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસે બળાત્કાર અને લૂંટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.