શનિવારે પટનામાં હોળી મિલન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદને પગે લાગવા ગયા હતા. આ દરમિયાન ભાજપના સાંસદે મુખ્યમંત્રીને રોકી લીધા હતા. આ દરમિયાન નજીક ઊભેલા સંજય ઝાએ મુખ્યમંત્રીનો હાથ પકડ્યો. આ પછી નીતિશ કુમાર રવિશંકરને ભેટી પડ્યા હતા. ખરેખરમાં, પટના સાહિબના ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે હોળી મિલન સમારોહનું આયોજન કર્યું હતું. CM નીતિશ કુમાર જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અને મંત્રી વિજય ચૌધરી સાથે ત્યાં પહોંચ્યા હતા. રવિશંકર પ્રસાદે તેમનું ગેટ પર સ્વાગત કર્યું. પછી ગુલાલથી તિલક કર્યુ હતું. ગુલાલ લગાવવાને બદલે, મુખ્યમંત્રીએ તેમનું ફૂલોથી સ્વાગત કર્યું. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ પણ હાજર હતા. નીતિશ કુમાર રવિશંકર પ્રસાદ કરતા 4 વર્ષ મોટા છે. 3 તસવીરોમાં જુઓ સમગ્ર ઘટનાક્રમ નીતિશ PM મોદીને પગે લાગવા આગળ વધ્યા હતા મુખ્યમંત્રી નીતિશ કુમારે બે વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. 7 જૂન 2024ના રોજ, નીતિશ કુમારે પહેલી વાર દિલ્હીમાં પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા. પ્રસંગ લોકસભા ચૂંટણીના પરિણામો પછી દિલ્હીમાં NDA ની બેઠકનો હતો. બીજી વખત 13 નવેમ્બર 2024ના રોજ, જ્યારે પીએમ દરભંગા એઈમ્સના શિલાન્યાસ સમારોહમાં આવ્યા હતા. આ દરમિયાન, પોતાનું ભાષણ પૂરું કર્યા પછી, મુખ્યમંત્રી પોતાની ખુરશી તરફ જઈ રહ્યા હતા. વચ્ચે જ રોકાઈને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા.