ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. અહીં બંને ટીમ બીજી વખત એકબીજાનો સામનો કરશે. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા 44 રનથી જીતી ગઈ હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અહીં એક પણ વન-ડે મેચ હારી નથી. ટીમે 10 મેચ રમી અને 9 જીતી. ત્યાં એક મેચ ટાઈ થઈ હતી. અહીં સ્પિનરો ધીમી પિચ પર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. મેચ ડિટેઇલ્સ, ફાઈનલ મેચ
IND Vs NZ
તારીખ: 9 માર્ચ
સ્ટેડિયમ: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
સમય: ટૉસ – બપોરે 2:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 2:30 વાગ્યે ભારત હેડ ટુ હેડમાં ઘણું આગળ
બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 119 વન-ડે મેચ રમાઈ છે. આમાં ભારતે 61 મેચ જીતી છે અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. આ સિવાય 7 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. જ્યારે એક મેચ ટાઈ રહી હતી. ભારતે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી 6 વન-ડે મેચ સતત જીતી છે. બંને ટીમ છેલ્લે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાઈ હતી, જ્યારે ભારતે 44 રને જીત મેળવી હતી. કોહલી ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 4 મેચમાં 217 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ સદી ફટકારી હતી. તેણે અણનમ 100 રન બનાવ્યા. બોલિંગમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટોચ પર છે. તેણે 4 મેચમાં 8 વિકેટ લીધી છે. હેનરી ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વિકેટ ટેકર બોલર
આ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ માટે રચિન રવીન્દ્ર સૌથી વધુ સ્કોરર છે. તેણે 3 મેચમાં 226 રન બનાવ્યા છે. તેણે સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે અને છઠ્ઠી મેચમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. બોલિંગમાં, મેટ હેનરી ટીમ અને ટુર્નામેન્ટ બંનેમાં હાઇએસ્ટ વિકેટ ટેકર બોલર છે. તેણે 4 મેચમાં 10 વિકેટ લીધી છે. પિચ અને ટૉસ રિપોર્ટ
દુબઈની પિચ બેટર્સ માટે પડકારજનક સાબિત થઈ રહી છે. અત્યાર સુધી અહીં ચેમ્પિયન્સ ટ્રોફીની 4 મેચ રમાઈ ચૂકી છે. ધીમી પિચને કારણે, 4 માંથી ફક્ત 1 મેચમાં 250 થી વધુનો સ્કોર થયો છે. પિચ ધીમી હોવાથી, ભારતીય સ્પિનરોને ફાઈનલમાં ફાયદો મળી શકે છે. અહીં બીજી ઇનિંગમાં બેટિંગ કરતી ટીમનો જીતનો રેકોર્ડ વધુ સારો છે. ભારતે છેલ્લી 4 મેચમાંથી 3 મેચમાં ચેઝ કરતી વખતે પણ જીત મેળવી છે. આવી સ્થિતિમાં, ટૉસ જીતનાર ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધીમાં અહીં 62 વન-ડે રમાઈ ચૂકી છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 23 મેચ જીતી અને બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 37 મેચ જીતી. તે જ સમયે, એક-એક મેચ અનિર્ણિત રહી અને એક ટાઈ રહી. અહીંનો સૌથી વધુ સ્કોર 355/5 છે, જે ઇંગ્લેન્ડે 2015માં પાકિસ્તાન સામે બનાવ્યો હતો. દુબઈનું વેધર રિપોર્ટ
રવિવારે, ફાઈનલ મેચના દિવસે, દુબઈમાં મોટાભાગે તડકો રહેશે અને થોડું વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન ખૂબ ગરમ રહેશે. તાપમાન 24 થી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. તે જ સમયે, પવન 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી. ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાયલ જેમિસન અને વિલિયમ ઓ’રોર્ક.