back to top
Homeગુજરાત5 વિસ્તારમાં પાઈલોટ પ્રોજેક્ટ:5 સ્થળે સ્માર્ટ પાર્કિંગ શરૂ થશે, QR કોડથી જ...

5 વિસ્તારમાં પાઈલોટ પ્રોજેક્ટ:5 સ્થળે સ્માર્ટ પાર્કિંગ શરૂ થશે, QR કોડથી જ પેમેન્ટ, કલાકના રૂ.5થી 15 સુધીનો ચાર્જ

શહેરમાં પાંચ સ્થળે ફ્લેપ લોક આધારિત સ્માર્ટ પાર્કિંગના અમલની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પાંચ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ, સોબો સર્કલથી મેરી ગોલ્ડ સર્કલ, મીઠાખળીથી લાૅ ગાર્ડન, સીજી રોડ અને યુનિવર્સિટી રોડનો સમાવેશ થાય છે. આ તમામ સ્માર્ટ પાર્કિંગ માટે સાઈકલનો રૂ.1, ટુવ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.15 ચાર્જ નક્કી કરાયો છે. આ ચાર્જ 1 કલાક માટેનો છે. જેમ જેમ સમય વધશે તેમ તેમ ચાર્જમાં પણ વધારો થશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે પાર્કિંગ ચાર્જ ક્યૂઆર કોડ સ્કેન કરીને ચૂકવવાનો રહેશે. હાલમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આ પાંચ સ્થળની પસંદગી કરાઈ છે. 2 મહિના પછી તેનો અમલ કરાશે. જે વિસ્તારમાં ફ્રી પાર્કિંગ છે ત્યાં પાઈલોટ પ્રોજેક્ટને રિસર્ચ તરીકે ગણાશે. મ્યુનિ.એ 1 હજાર ફ્લેપ લોક ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું છે. અગાઉ સિંધુભવન રોડ પર પાઈલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ પ્રકારનું સ્માર્ટ પાર્કિંગ શરૂ કરાયું હતું. એક સ્ટાર્ટઅપે આ પ્રકારના પાર્કિંગની દરખાસ્ત મ્યુનિ.ને કરી હતી. સમગ્ર પાર્કિંગ સુવિધા સ્માર્ટ એપ્લિકેશન અને ક્યુઆર કોડ આધારિત છે. ભવિષ્યમાં શહેરના તમામ વિસ્તારમાં તે લાગુ કરાશે. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, શહેરમાં બધે આ સિસ્ટમ અમલમાં મુકાશે. મેગ્નેટિક સેન્સર અને ક્યુઆર કોડને આધારે સ્માર્ટ પાર્કિંગનું સંચાલન કરાશે. સ્લોટ ખાલી હોય ત્યારે કાર પાર્ક કરી શકાશે. જતી વખતે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે. રોડ અને વાહન પાર્કિંગની ક્ષમતા
વિસ્તારપાર્કિંગ ક્ષમતા
ઝાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ160
સોબો સર્કલથી મારી ગોલ્ડ સર્કલ105
મીઠાખળીથી લો ગાર્ડન170
સીજી રોડ306
યુનિવર્સિટી રોડ 350 પાર્કિંગમાં આ ચાર્જ આપવાનો રહેશે
1 સાઇકલ 5સ્કૂટર 15કાર 50મધ્યમ માલવાહક નોંધ : ચાર્જ રૂપિયામાં અને એક કલાનો છે, સમય સાથે ચાર્જ વધશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments