ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે મફતની રેવડીઓ પર ભાજપ હવે બ્રેક લગાવવાની તૈયારીમાં છે. પાર્ટીએ ફ્રીબીઝની જગ્યાએ વૈકલ્પિક મૉડલ તૈયાર કર્યું છે. જેમાં ખાતામાં સીધા કેશ ટ્રાન્સફર અથવા અન્ય છૂટ (નૉન પરફોર્મિંગ એક્સપેંડિચર)ની જગ્યાએ કામકાજને વધારવા અને આવી વસ્તુઓ માટે આર્થિક મદદની જાહેરાત કરાશે, જેનાથી રાજ્યની GDPને વેગ મળશે. નવા મૉડલની શરૂઆત 2026માં આયોજિત અસમ વિધાનસભા ચૂંટણીથી થશે. ભાજપ આ વ્યવસ્થા એ જ રાજ્યોમાં લાગૂ કરશે, જ્યાં પાર્ટી સત્તામાં છે અથવા મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે, જ્યાં પોતાના દમ પર ચૂંટણી લડશે. જ્યાં પહેલાથી જ ફ્રીબીઝની જાહેરાત કરાઇ છે અથવા પાર્ટીએ જેનો વાયદો કર્યો છે, તે યથાવત્ રહેશે, પરંતુ આગામી ચૂંટણીમાં નવું મૉડલ લાગૂ થશે. એટલે કે 2028 બાદ ભાજપ શાસિત તમામ રાજ્યોમાં આ વ્યવસ્થા હશે. ભાજપની અનેક મેનિફેસ્ટો કમિટી સાથે લાંબા સમયથી જોડાયેલા એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે દિલ્હી ચૂંટણી દરમિયાન જ આગામી ચૂંટણીમાં ફ્રીબીઝનું વૈકલ્પિક મૉડલ અપનાવવા માટે રણનીતિ બનાવવાનો વિચાર હતો. અસમ ભાજપના અધ્યક્ષ દિલીપ સૈકિયાએ કહ્યું કે જો અસમની વાત કરીએ તો અહીં લગભગ 4 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે. દરેક ગ્રૂપમાં 10 મહિલાઓ એટલે કે 40 લાખ મહિલાઓ જોડાયેલી છે. દરમિયાન પ્રત્યેક મહિલાને વાર્ષિક રૂ.10 હજારની મદદથી તેઓનો વેપાર વધશે. આગામી વર્ષે તેમને 10ની જગ્યાએ 20 હજાર રૂ. અપાવીશું. તેમાં 10 હજારની લોન હશે, જે સસ્તા વ્યાજદરે તેમને પરત ચુકવવી પડશે અને બાકી 10 હજાર રૂ. સરકાર તરફથી (ચૂંટણી ઢંઢેરાના વાયદા) હેઠળ અપાશે. આ રીતે દરેક મહિલા 5 વર્ષમાં કુલ 90 હજાર રૂ. પોતાના વેપારમાં રોકી શકે છે. તેનાથી રાજ્યની આર્થિક ગતિવિધિમાં 33 હજાર કરોડ રૂ. આવશે. આ પણ એક વિકલ્પ…નાના-મોટા દુકાનદારો અને રેસ્ટોરન્ટ ચલાવતા ઓછી આવકવર્ગના પરિવારોને એક સાથે રકમ અપાશે શું ફ્રીબીઝનું નવું વૈકલ્પિક મૉડલ માત્ર સેલ્ફહેલ્પ ગ્રુપ પર જ લાગૂ થશે? તેના પર ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે નવા મૉડલમાં અનેક જોગવાઇ છે અને કામ પણ ચાલુ છે. ફ્રીબીઝ પર સુપ્રીમ કોર્ટ પણ અનેકવાર ચેતવણી આપી ચુક્યું છે… મહિલા સ્કીમનું ચૂંટણી સાથે કનેક્શન, આ રીતે સમજો.. અસર – મહિલાઓની ભાગીદારી ચૂંટણીમાં ગેમચેન્જર બની એ હદે સ્થિતિ પહોંચી કે..તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ હસ્તક્ષેપ કરીને ફ્રીબીઝ પર રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ કરવાની હાકલ કરી તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ હાલમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે અમારા રાજ્યની માસિક આવક રૂ.18,500 કરોડ છે. તેમાં 6,500 કરોડ રૂ. પગાર-પેન્શન અને 6,500 કરોડ રૂ. દેવું-વ્યાજની ચુકવણીમાં જ જાય છે. તમામ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ માટે રૂ.5500 કરોડ બચે છે. તેના પર પૂછાયું કે દર મહિને બેરોજગારોને 4 હજાર રૂ. આપવાનો વાયદો તમે કઇ રીતે પૂરો કરશો. તેના પર રેડ્ડીએ કહ્યું કે – સીમાંકન અને વન નેશન, વન ઇલેક્શનને બદલે આના પર રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જરૂરી છે. કોઇ એકથી કંઇ જ નહીં થાય. અમારી પાસે રોકાણ કરવા કે મૂડીખર્ચ માટે પૈસા જ નથી. દર મહિને રૂ.500 કરોડનો મૂડીખર્ચ કરવાની પણ સ્થિતિમાં નથી. આગામી દિવસોમાં રાજ્યનું શું થશે? દેશનું શું થશે? આ સમાચાર પણ વાંચો… ‘ચૂંટણી વખતે રેવડીઓની જાહેરાત કરવી એ ખોટું’:સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- ‘મફત રેશન-પૈસા મળે છે, એટલે લોકો કામ નથી કરતા’ સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી દરમિયાન આપવામાં આવતી મફત યોજનાઓને ખોટી ગણાવી. કોર્ટે કહ્યું હતું કે લોકો કામ કરવા માગતા નથી, કારણ કે તમે તેમને મફત રેશન આપી રહ્યા છો. કંઈ કર્યા વિના તેમને પૈસા આપી રહ્યા છો. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો….