back to top
Homeમનોરંજનશાહરુખ ખાન, અજય દેવગન, ટાઇગર શ્રોફને કોર્ટનું તેડું:જયપુર કન્ઝ્યુમરકોર્ટે સમન્સ પાઠવ્યું; પાન...

શાહરુખ ખાન, અજય દેવગન, ટાઇગર શ્રોફને કોર્ટનું તેડું:જયપુર કન્ઝ્યુમરકોર્ટે સમન્સ પાઠવ્યું; પાન મસાલામાં કેસર હોવાનો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ

જયપુર કન્ઝ્યુમર કોર્ટે બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન, અજય દેવગન, ટાઇગર શ્રોફ અને વિમલ કુમાર અગ્રવાલને સમન્સ પાઠવ્યા છે. વિમલ કુમાર અગ્રવાલ જેબી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે, જે કંપની વિમલ પાન મસાલાનું ઉત્પાદન કરે છે. આરોપ છે કે લોકોને કેસરના નામે વિમલ પાન મસાલા ખરીદવા માટે લલચાવવામાં આવી રહ્યા છે, વાસ્તવમાં તેમાં બિલકુલ કેસર નથી. કેસરના નામે સામાન્ય લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે. આ નોટિસ જયપુરના વકીલ યોગેન્દ્ર સિંહ બડિયાલની ફરિયાદ પર જારી કરવામાં આવી છે. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (ગ્રાહક અદાલત)ના અધ્યક્ષ ગ્યારસી લાલ મીણા અને સભ્ય હેમલતા અગ્રવાલે 5 માર્ચે સુનાવણી હાથ ધરી હતી. આગામી સુનાવણીની તારીખ 19માર્ચ સવારે ૧૦ વાગ્યે નક્કી કરવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે જો તમે રૂબરૂ અથવા તમારા અધિકૃત પ્રતિનિધિ દ્વારા હાજર રહેવામાં નિષ્ફળ જાઓ છો, તો એકપક્ષીય નિર્ણય લેવામાં આવશે. પાન મસાલા ઉદ્યોગ કરોડોની કમાણી કરી રહ્યો છે
ફરિયાદી યોગેન્દ્ર સિંહ બડિયાલે દાવો કર્યો છે કે જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ‘દરેક દાણામાં કેસરની શક્તિ હોય છે.’ આના કારણે જેબી ઇન્ડસ્ટ્રીઝ કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. સામાન્ય લોકો નિયમિતપણે પાન મસાલાનું સેવન કરી રહ્યા છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની રહ્યું છે. કેસર યુક્ત ગુટખાના નામે લોકોને વિમલ પાન મસાલા ખરીદવા માટે લલચાવવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકો કેસરના નામે મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે, જ્યારે આ ઉત્પાદનમાં કેસર જેવી કોઈ વસ્તુ નથી. બજારમાં કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ 4 લાખ રૂપિયા છે, જ્યારે પાન મસાલાની કિંમત ફક્ત 5 રૂપિયા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે જનતાને નુકસાન થઈ રહ્યું છે બડિયાલે ખોટી માહિતી ફેલાવવા અને સામાન્ય લોકોને છેતરવા બદલ ઉત્પાદક કંપની અને ઉત્પાદનનો પ્રચાર કરવામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ ખોટા પ્રચાર અને પ્રસારને કારણે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. આ માટે નિર્માતાઓ અને પ્રમોશન સાથે સંકળાયેલા લોકો અલગ અને પરોક્ષ રીતે જવાબદાર છે. તેમણે ન્યાય અને સામાન્ય લોકોના હિતમાં તાત્કાલિક અસરથી આરોપી પર દંડ લાદવા અને જાહેરાત અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments