back to top
Homeભારતઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર AIIMSમાં દાખલ:ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMSમાં ખસેડાયા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર AIIMSમાં દાખલ:ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMSમાં ખસેડાયા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (73 વર્ષ)ને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે મોડી રાત્રે ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તે પછી, તેમને રવિવારે સવારે લગભગ 2 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. PTIના જણાવ્યા મુજબ, તેઓ હાલમાં કાર્ડિયોલોજી વિભાગના વડા ડો. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં છે. તેમની સ્થિતિ હોવાનું કહેવાય છે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પોતે એઇમ્સમાં તેમની તબિયતની ખબર કાઢવા પહોંચ્યા છે. 2021માં પણ દાખલ કર્યા હતા
આ પહેલા વર્ષ 2021માં પણ તબિયત બગડવાના કારણે ઉપરાષ્ટ્રપતિને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2021માં 25મી ઓક્ટોબરે તેમને મેલેરિયા થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ કારણે તેમને એઈમ્સના જૂના પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મેડિસિન વિભાગમાં એડિશનલ પ્રોફેસર ડો.નીરજ નિશ્ચલની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. તે સમયે ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલની જવાબદારી નિભાવી રહ્યા હતા. જગદીપ ધનખરની રાજકીય સફર
જગદીપ ધનખર ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિની જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. જગદીપ ધનખરનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાનમાં થયો હતો. ધનખરે વર્ષ 1989માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેમણે ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1990માં તેઓ સંસદીય બાબતોના રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી. તેમણે 1993માં અજમેર જિલ્લાના કિશનગઢ મતવિસ્તારમાંથી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તે પછી તેઓ પીવી નરસિમ્હાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસમાં પણ જોડાયા હતા બાદમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments