back to top
Homeમનોરંજન'અંદાજ અપના અપના' વખતે રવિના-કરિશ્મા વચ્ચે ડખો ચાલતો હતો:આમિર ખાને શૂટિંગના દિવસો...

‘અંદાજ અપના અપના’ વખતે રવિના-કરિશ્મા વચ્ચે ડખો ચાલતો હતો:આમિર ખાને શૂટિંગના દિવસો યાદ કર્યા, કહ્યુ- મને લાગતું નહોતું કે ફિલ્મ પૂરી થશે

આમિર ખાન તેની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘અંદાજ અપના અપના’ વિશે વાત કરે છે. ફિલ્મના શૂટિંગને યાદ કરતાં તેમણે તેને મુશ્કેલ ફિલ્મ ગણાવી. આ સાથે, ફિલ્મની બંને એક્ટ્રેસ રવિના ટંડન અને કરિશ્મા કપૂરનો એક કિસ્સો પણ શેર કરવામાં આવ્યો છે. ‘અંદાજ અપના અપના’ એક મુશ્કેલ ફિલ્મ હતી’
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં, જ્યારે આમિરને પૂછવામાં આવ્યું કે તે ‘અંદાજ અપના અપના’ વિશે શું વિચારે છે, ત્યારે તેણે તે સમયને યાદ કર્યો જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને ‘મુશ્કેલ સમય’ ગણાવ્યો. તેણે કહ્યું- અમે ખૂબ જ સારો સમય વિતાવ્યો. ઉપરાંત, એમ કહેવું જ જોઇએ કે તે મુશ્કેલ સમય હતો કારણ કે હું એકમાત્ર એક્ટર હતો જે સમયસર આવતો હતો. જ્યારે પણ કરિશ્મા આવતી ત્યારે રવિના જતી રહેતી. તે ફિલ્મ ખૂબ જ મુશ્કેલીથી બનાવવામાં આવી હતી. રવિના અને કરિશ્મા વચ્ચે મતભેદો હતાં
એક્ટરે કહ્યુ કે- રવિના અને કરિશ્મા વચ્ચે થોડો તણાવ હતો. મને ખબર નથી કે મારે આ કહેવું જોઈએ કે નહીં. રવિના અને કરિશ્મા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. હું વિચારતો હતો કે આ ફિલ્મ કેવી રીતે પૂરી થશે. પણ મને તે ફિલ્મ પર પૂરો વિશ્વાસ હતો. તે ખૂબ જ અલગ અને કોમેડી ફિલ્મ હતી. તે સમયે હું અને સલમાન અમારા પિક પર હતા. પણ ફિલ્મ એક અઠવાડિયા પણ ચાલી ન હતી. મને આશ્ચર્ય થયું કારણ કે મને લાગ્યું કે તે એક સરસ ફિલ્મ છે. પણ હવે મારું માનવું છે કે તે ઘરેલું મનોરંજનમાં નંબર વન ફિલ્મ છે. દરેક પેઢીએ તે જોઈ છે, દરેક પેઢી તેને જોવા માગે છે. ‘અંદાજ અપના અપના’ એક કોમેડી ફિલ્મ છે. જેનું ડિરેક્શન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. આ ફિલ્મમાં આમિર ખાન, સલમાન ખાન, રવિના ટંડન, કરિશ્મા કપૂર, પરેશ રાવલ ડબલ રોલમાં જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments