ભારતે 9 મહિનાની અંદર પોતાનો બીજો ICC ખિતાબ જીત્યો છે. દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. રોહિત શર્માની કેપ્ટનશિપમાં, ટીમે જૂન 2024માં T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. રવિવારે દુબઈમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. ભારતે 49મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. કેપ્ટન રોહિત શર્માએ 76, શ્રેયસ અય્યરે 48 અને કેએલ રાહુલે 34 રન બનાવ્યા હતા. બોલિંગમાં કુલદીપ યાદવે મોટી ભૂમિકા ભજવી હતી. તેણે રચિન રવીન્દ્ર અને કેન વિલિયમસનને 2 ઓવરમાં જ પેવેલિયન મોકલી દીધા. વરુણ ચક્રવર્તીએ પણ 2 વિકેટ લીધી. રવીન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં માત્ર 30 રન આપીને 1 વિકેટ લીધી, તેણે 49મી ઓવરમાં વિજયી બાઉન્ડરી ફટકારી. એ ફોટો જેણે મેચ બદલી નાખી… 5 પોઇન્ટમાં મેચ એનાલિસિસ… 1. પ્લેયર ઑફ ધ મેચ 252 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે મજબૂત શરૂઆત અપાવી. બંનેએ સદીની ભાગીદારી કરી. રોહિતે ઝડપી ફિફ્ટી ફટકારી. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા. તેની ઇનિંગે ટીમને મેચમાંથી બહાર થતી અટકાવી. 2. જીતનો હીરો 3. ફાઇટર ઑફ ધ મેચ 252 રનને ડિફેન્ડ કરવા ઉતરેલી કિવી ટીમે 19મી ઓવરમાં શુભમન ગિલની વિકેટ લીધી. બીજી જ ઓવરમાં માઈકલ બ્રેસવેલે વિરાટ કોહલીને LBW આઉટ કર્યો. બ્રેસવેલે 10 ઓવરમાં ફક્ત 28 રન આપ્યા અને 2 મોટી વિકેટ લીધી. તેમણે જ બેટિંગ કરતી વખતે 40 બોલમાં 53 રન બનાવ્યા અને ટીમને 250ના આંકને પાર પહોંચાડી. 4. ધ ટર્નિંગ પોઈન્ટ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી કિવી ટીમની શરૂઆત મજબૂત રહી. કુલદીપ યાદવ 11મી ઓવર નાખવા આવ્યા અને પહેલા જ બોલે સેટ બેટર રચિન રવીન્દ્રને બોલ્ડ કર્યો. તેણે આગામી ઓવરમાં કેન વિલિયમસનને પણ કેચ આઉટ કરાવ્યો. 2 મોટી વિકેટ ગુમાવ્યા પછી, ન્યૂઝીલેન્ડનો સ્કોરિંગ રેટ ઘટી ગયો અને ટીમ મોટો સ્કોર બનાવવામાં અસમર્થ રહી. 5. મેચ રિપોર્ટ મિડલ ઓવર્સમાં ન્યૂઝીલેન્ડ પડી ભાંગ્યું
રવિવારે દુબઈમાં રમાયેલી પહેલા પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડે 69 રન બનાવ્યા હતા. ટીમે મિડલ ઓવરોમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને આ સમયગાળા દરમિયાન ફક્ત 103 રન જ બનાવી શકી હતી. છેલ્લી 10 ઓવરમાં ટીમે 79 રન બનાવ્યા અને સ્કોર 251 સુધી પહોંચ્યો. ડેરીલ મિચેલે 63 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી. રોહિત-શુભમનની જોડીએ ભારતને મજબૂત શરૂઆત અપાવી
252 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતીય ઓપનરોએ 105 રનની ભાગીદારી નોંધાવી. શુભમન 31 રન બનાવીને આઉટ થયો હતો, રોહિત ૭૬ રન બનાવીને અને વિરાટ માત્ર ૧ રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી શ્રેયસે 48 રન અને અક્ષરે 29 રન બનાવીને ટીમને સ્થિર કરી. અંતે, રાહુલે 34, હાર્દિક પંડ્યાએ 18 અને રવીન્દ્ર જાડેજાએ 9 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલના અન્ય સમાચાર પણ વાંચો… 1. 12 વર્ષ પછી ઈન્ડિયા બન્યું ‘ચેમ્પિયન’: ટુર્નામેન્ટની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી; જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ 76 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા. અંતે રાહુલ, હાર્દિક અને જાડેજાએ ટીમને જીત અપાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ફાઈનલ જીત્યા પછી કોહલી-રોહિતે દાંડિયા રમ્યા: જાડેજાએ સાથી ખેલાડીઓ સાથે ગંગનમ સ્ટાઇલમાં ડાન્સ કર્યો, ચહલ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો; મોમેન્ટ્સ રવિવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી. રચિન રવીન્દ્રને 2 ઓવરમાં 3 લાઇફ લાઇન મળી. કુલદીપે તેને તેના પહેલા બોલ પર બોલ્ડ આઉટ કર્યો. ગ્લેન ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને ગિલનો કેચ કર્યો. રોહિતે મિચેલનો કેચ છોડી દીધો. રવીન્દ્ર જાડેજાએ રન આઉટની તક ગુમાવી. ભારતે 4 કેચ છોડ્યા જ્યારે કિવી ટીમે 2 કેચ છોડ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…