19 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટને અંતે ફરી ચેમ્પિયન મળ્યો છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ જીત્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. ભારતે છેલ્લે 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે ટ્રોફી જીતી હતી. રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ રમી અને 76 રન બનાવ્યા. શ્રેયસ (48 રન), કેએલ રાહુલ (અણનમ 34 રન) અને અક્ષર પટેલ (29 રન)એ રન ચેઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ટીમ ઈન્ડિયાની આ જીત 11 ખેલાડીઓ, બેન્ચ પર બેઠેલા પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ વગર શક્ય જ નહોતી. જોકે સમગ્ર ટુર્નામેન્ટમાં જો કોઈએ ડંકો વગાડ્યો હોય, તો તે છે ગુજ્જુ ખેલાડીઓએ! ટીમ ઈન્ડિયાના ત્રણેય સ્ટાર ઓલરાઉન્ડર્સ રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ નિભાવ્યો. તો ચાલો આવો જાણીએ આ ત્રણેય ગુજરાતીઓએ કેવી રીતે આખા ભારતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું… પહેલા આ ફોટો જુઓ… 1. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો ‘ક્લચ પ્લેયર’ (ખરા સમયે પરફોર્મન્સ આપતો ખેલાડી) એટલે હાર્દિક. આમ તો હાર્દિક વિશે તો વાત કરીએ એટલી ઓછી છે. તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં બેટિંગ અને બોલિંગ, બન્નેમાં પ્રદર્શન આપ્યું છે. હવે તેણે પરફોર્મ તો કર્યું, પણ સાથે જ ટાઇમ પર વિકેટની જરૂર હોય તો તેણે સફળતા અપાવી છે. તો ચોગ્ગા અથવા છગ્ગા ફટકારીને પ્રેશર ઘટાડવાનું હોય તો તે પણ કરી બતાવ્યું. તેનું ઉદાહરણ આ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ અને સેમિફાઈનલ… હાર્ડ હિટર પંડ્યાએ ન્યૂઝીલેન્ડ સામેની ગ્રૂપ સ્ટેજ મેચમાં 45 બોલમાં 45 રન ફટકારીને ટીમને 249 રનના ફાઇટિંગ સ્કોર સુધી પહોંચાડ્યું. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં પણ 3 સિક્સ અને એક ફોર ફટકારીને ભારત પરથી પ્રેશર ઘટાડી દીધું હતું. તો ફાઈનલમાં પણ તમે જોયું એમ તેણે 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારીને જીતને જિતાડવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો. તેની બોલિંગની વાત કરીએ તો પંડ્યાએ પાકિસ્તાન સામે બે મોટી વિકેટ ઝડપી હતી. જેમાં બાબર આઝમ અને સઉદ શકીલને આઉટ કરીને તેમને મોટો સ્કોર બનાવતા અટકાવ્યા હતા. તેની બોલિંગ પણ આ ટુર્નામેન્ટમાં ઘણી જ સારી રહી હતી. 2. અક્ષર પટેલ
ભારતનો ઊભરતો ઓલરાઉન્ડર અક્ષર છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનો રેગ્યુલર મેમ્બર બની ગયો છે. તેની બોલિંગથી પ્રભાવિત કર્યા પછી હવ તેણે તેની બેટિંગ સ્કિલ્સ પણ બતાડી છે. ગત વર્ષ રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઈનલમાં અઘરી પરિસ્થિતિમાં બેટિંગમાં ઉતર્યા પછી કોહલી સાથે પાર્ટનરશિપ કરીને 47 રનની ઇનિંગ રમી હતી. બસ…ત્યારથી તેના શોટ્સમાં કોન્ફિડન્સ દેખાઈ રહ્યો છે. અક્ષરને આ વખતે કેએલ રાહુલ કરતા પર ઉપર ઉતારાતો હતો. તેને નંબર-5 પર બેટિંગમાં મોકલવામાં આવતો. અને તેણે એ નિર્ણયને યોગ્ય પણ ઠેરવ્યો. કોહલી કે પછી અય્યર સાથે મહત્ત્વની પાર્ટનરશિપ કરીને ટીમને જીતની સ્થિતિમાં લાવી દીધું. આપણે તેના બોલિંગની વાત કરીએ તો તે હંમેશાથી ઇકોનોમીકલ બોલર રહ્યો છે. પણ ફરી ગત T20 વર્લ્ડ કપથી તે વિકેટ લેતો પણ થઈ ગયો છે. પાવરપ્લેમાં બોલિંગનો વારો આવે કે પછી મિડલ ઓવર્સમાં, જરૂર હોય, ત્યારે તેણે ભારતીય ટીમને અચૂક સફળતા અપાવી છે. બાંગ્લાદેશ સામે તેણે સતત બે વિકેટ લઈને વિપક્ષી ટીમને બેકફૂટ પર ધકેલી દીધું. તો પાકિસ્તાન સામે તેના કેપ્ટન રિઝવાનને બોલ્ડ કરીને ખરા સમયે વિકેટ અપાવી હતી. આ ઉપરાંત ઇમામ ઉલ હકને ડાયરેક્ટ હીટથી પેવેલિયન ભેગો પણ કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અક્ષરે ફક્ત 4.35ની ઇકોનોમીથી પાંચ વિકેટ ઝડપી છે. ઉપરાંત આ ટુર્નામેન્ટ પરથી એક વાતનો તો ખ્યાલ આવી ગયો કે અક્ષરની બેટિંગ પોઝિશન ODIમાં હવે ફિક્સ થઈ ગઈ છે. 3. રવીન્દ્ર જાડેજા
આપણા બાપુ વિશે તો વાત કરીએ તેટલી ઓછી પડે. સર જાડેજા હુલામણું નામ. ફેન્સથી લઈને કમેન્ટેટર્સ પણ આ નામથી તેને બોલાવે. ટીમ ઈન્ડિયાના સિનિયર પ્લેયર્સમાંના એક એટલે રવીન્દ્ર જાડેજા. ભારત જ્યારે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું, તો જડ્ડુ ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો. આ ઉપરાંત તે ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વિકેટ ટેકર હતો. એટલે તેને ગોલ્ડન બોલ એવોર્ડ મળ્યો હતો. કહેવાય છે ને કે લાઇફ ઇઝ અ ફુલ સર્કલ, એટલે કે હરતું ફરતું બધું ફરી આવે જ છે…જાડેજામાં પણ એવું જ બન્યું…ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં તેણે પરફોર્મ કરી બતાવ્યું. ફિલ્ડિંગ વિશે તો આપણે બધા જ જાણીએ છીએ કે તેનું સ્ટાન્ડર્ડ બધાથી ઉપર છે. ગતરોજ રમાયેલી ફાઈનલમાં જડ્ડુએ જબરદસ્ત ટાઇટ સ્પેલ નાખી. તેણે 10 ઓવરમાં માત્ર 30 રન આપીને 1 વિકેટ ઝડપી. તો બેટમાંથી મેચ વિનિંગ શોટ ફટકારીને 12 વર્ષે ભારતને ચેમ્પિયન બનાવ્યું. આ આખી ટુર્નામેન્ટમાં રવીન્દ્ર જાડેજાને માત્ર 3 વખત બેટિંગ મળી. જેમાં તેણે 27.00ની એવરેજથી 27 રન બનાવ્યા. જેમાં તે 2 વખત નોટઆઉટ રહ્યો. તો બોલિંગની વાત કરીએ તો બાપુએ ઇકોનોમીકલ બોલિંગ કરી. તેણે આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ વિકેટ ઝડપી. જેમાં માત્ર 4.35ની ઇકોનોમીથી જ રન આપ્યા. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલના આ સમાચાર પણ વાંચો… 2. 12 વર્ષ પછી ઈન્ડિયા બન્યું ‘ચેમ્પિયન’: ટુર્નામેન્ટની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી; જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્માએ 76 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા. અંતે રાહુલ, હાર્દિક અને જાડેજાએ ટીમને જીત અપાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ફાઈનલ જીત્યા પછી કોહલી-રોહિતે દાંડિયા રમ્યા: જાડેજાએ સાથી ખેલાડીઓ સાથે ગંગનમ સ્ટાઇલમાં ડાન્સ કર્યો, ચહલ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો; મોમેન્ટ્સ રવિવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી. રચિન રવીન્દ્રને 2 ઓવરમાં 3 લાઇફ લાઇન મળી. કુલદીપે તેને તેના પહેલા બોલ પર બોલ્ડ આઉટ કર્યો. ગ્લેન ફિલિપ્સે હવામાં કૂદકો માર્યો અને ગિલનો કેચ કર્યો. રોહિતે મિચેલનો કેચ છોડી દીધો. રવીન્દ્ર જાડેજાએ રન આઉટની તક ગુમાવી. ભારતે 4 કેચ છોડ્યા જ્યારે કિવી ટીમે 2 કેચ છોડ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…