back to top
Homeભારતએર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવાની ધમકી:સાડા ​​8 કલાક પછી ફ્લાઇટ મુંબઈ પરત...

એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવાની ધમકી:સાડા ​​8 કલાક પછી ફ્લાઇટ મુંબઈ પરત ફરી, 322 મુસાફરો સવાર હતા; વોશરૂમમાં ધમકીભર્યો લેટર હતો

સોમવારે સવારે મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-119 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ પછી ફ્લાઇટને મુંબઈ પરત ફરવું પડ્યું. ફ્લાઇટમાં19 ક્રૂ સભ્યો સહિત 322 મુસાફરો સવાર હતા. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇટના વોશરૂમમાંથી એક પત્ર મળી આવ્યો હતો, જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, વિમાનને રૂટ પરથી મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ 10:25 વાગ્યે મુંબઈ પહોંચી. હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. એર ઇન્ડિયાએ કહ્યું કે મુસાફરોને થયેલી તકલીફ બદલ અમને દિલગીર છે. અમે 11 માર્ચે સવારે 5 વાગ્યે ફરી ઉડાન ભરીશું. મુસાફરોને હોટલમાં રહેવાની વ્યવસ્થા, ભોજન અને અન્ય જરૂરી મદદ પૂરી પાડવામાં આવી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI119 એ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 થી રાત્રે 1:43 વાગ્યે ન્યૂયોર્ક માટે ઉડાન ભરી હતી. એરલાઈને જણાવ્યું હતું કે મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ભોજન અને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાઇટ હવે 11 માર્ચે સવારે 5 વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું – અમારી ટીમ ગ્રાઉન્ડ લેવલ પર સતત કામ કરી રહી છે જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન થાય. અમારી પહેલી પ્રાથમિકતા મુસાફરો અને ક્રૂની સલામતી છે. એર ઇન્ડિયાની અન્ય ફ્લાઇટ્સ પણ પરત ફરી આ પહેલા શિકાગોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા શિકાગો પરત ફરવું પડ્યું હતું. સોમવારે એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને તેમના સ્થાન પર પહોંચાડવા માટે સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમવારે સવારે 11:49 વાગ્યે (CDT) એર ઇન્ડિયાની ફ્લાઇટ AI126 શિકાગોના ઓ’હાર ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. શિકાગોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI126 માં ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ થયાના 5 કલાક પછી શિકાગો પરત ફરવું પડ્યું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 6 માર્ચ, 2025ના રોજ ફ્લાઇટ ગ્રીનલેન્ડ ઉપર હતી, જ્યારે વિમાનના 12 માંથી 11 શૌચાલય બંધ થઈ ગયા હતા. લગભગ 300 મુસાફરો માટે ફક્ત એક જ શૌચાલય કાર્યરત રહ્યું, જે બિઝનેસ ક્લાસમાં હતું. આવી સ્થિતિમાં, 14 કલાકની મુસાફરી પછી, ફ્લાઇટને શિકાગોના ઓ’હાર ઈન્ટરન્શનલ એરપોર્ટ પર પાછા ફરવાનો નિર્ણય લેવો પડ્યો. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સુરક્ષિત લેન્ડિંગ બાદ બધા મુસાફરો અને ક્રૂ સામાન્ય રીતે વિમાનમાંથી ઉતરી ગયા હતા. મુસાફરો માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને થતી તકલીફને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ મફત રિશેડ્યુલિંગ અને રદ કરવા પર સંપૂર્ણ રિફંડ ઓફર કર્યું છે. પ્રવક્તાએ કહ્યું – અમે મુસાફરોને તેમના સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ. એર ઇન્ડિયા માટે મુસાફરો અને ક્રૂની સલામતી અને સુખાકારી સૌથી વધુ પ્રાથમિકતા ધરાવે છે.” જોકે, કેટલાક મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે તેમને તેમની ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરવામાં અથવા રિફંડ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ, એરલાઇને મુસાફરોની માફી માંગી છે અને તેમને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે વધારાની સાવચેતી રાખવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments