back to top
Homeગુજરાત'ભાઈ, તું મમ્મીનું ધ્યાન રાખજે હું જાઉં છું':20 વર્ષીય લક્ષ્મીએ રડતાં રડતાં...

‘ભાઈ, તું મમ્મીનું ધ્યાન રાખજે હું જાઉં છું’:20 વર્ષીય લક્ષ્મીએ રડતાં રડતાં જિંદગીનો અંતિમ વીડિયો બનાવ્યો, ઘરમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

આજકાલ દિવસે ને દિવસે આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મી વેગડા નામની યુવતીએ ‘ભાઈ, તું મમ્મીનું ધ્યાન રાખજે. હું જાઉં છું’ કહીં રડતાં રડતાં જિંદગીનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. જે બાદ ઘરમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવતીની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. ભલભલાનું કાળજું કંપી જાય તેવો જિંદગીનો છેલ્લો વીડિયો બનાવ્યો
જૂનાગઢમાં 20 વર્ષીય લક્ષ્મી વેગડા પ્રાઇવેટ જોબ કરતી હતી અને પરિવારમાં માતા-પિતા અને ભાઈ સાથે રહેતી હતી. ત્યારે આ લક્ષ્મી વેગડાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તેણે મરતાં પહેલાં જિંદગીનો છેલ્લો વીડિયો બનાવ્યો હતો. જેમાં ભીની આંખે જણાવ્યું કે, મમ્મી, તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે, મને નાના-નાની, મમ્મી-પપ્પા ખૂબ સારાં મળ્યાં છે પરંતુ હું જાઉં છું કારણ કે હું અંદરો અંદર જ ઘૂંટાઉ છું. હું આ પગલું મારી જાતે ભરું છું. ભલભલાનું કાળજું કંપી જાય તેવો જિંદગીનો છેલ્લો વીડિયો બનાવી યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું. ‘મમ્મી તને પણ ખબર છે મારે ઘણા પ્રોબ્લેમ્સ છે’
20 વર્ષીય લક્ષ્મી વેગડાએ વીડિયો બનાવી જણાવ્યું કે, મમ્મી તને પણ ખબર છે મારે ઘણા પ્રોબ્લેમ્સ છે. હું મારા પગ પર ક્યારેય ઊભી થઈ શકી નહીં, આવી રીતે ક્યાંક મને કોઈ પાત્ર મળી ગયું તો મારે પણ તારી જેમ હેરાન થવું પડશે. એટલે હું અત્યારે આવી રીતે પગલું ભરું છું, જેથી આખી જિંદગી મારે કોઈ ઉપાિધ જ નહીં. હું દુઃખ નહીં જોઈ શકું, હું અત્યારે પણ નથી જોઈ શકતી. હું બધામાં કેટલી નબળી પડું છું. મને ક્યારેક ક્યારેક ડર લાગે છે, કે શું થશે મારું? ‘હું જે કરું છું એ મારા માટે કરું છું’
વધુમાં જણાવ્યું કે, મમ્મી, તું ભાવિન ભેગી રહેજે અને ભાવિન તું મમ્મીનું સારી રીતે ધ્યાન રાખજે, મમ્મી તારા માટે જ જીવે છે. આપણે બંનેએ કેટલું બધું કર્યું તે તને ખબર જ છે. રામભાઈ કેવા સારા છે તે તને બેન સમજે છે. તેણે કેટલો સાથ દીધો છે એટલો સાથ કોઈએ દીધો નથી. આપણું ઘર બાંધવા માટે આપણને કેટલા સમજાવ્યાં, રામભાઈ સારા છે એટલે મમ્મી તું દુઃખી ન થતી. હું જે કરું છું એ મારા માટે કરું છું. કાલ સવારે તમને કોઈ હેરાન ન કરે, હું ઘણી નબળી છું. મને ખુદને એમ થાય છે કે હું આગળ ભણી નથી શકવાની, હું ખોટી હેરાન થઉં માટે હું આ બધું કરું છું. ‘આ જિંદગીથી મને કંટાળો આવે છે એટલે હું આ બધું કરું છું’
વધુમાં જણાવ્યું કે, ભાવિન તમે મમ્મીને સારી રીતે સાચવજો એ તમારો સહારો છે, એ નહીંતર મારા ગયા પછી તૂટી જશે. ભાવિન તું મારો ભાઈ છો સમજુ છો. તમારે બે માટે અમે કેટલું કર્યું અને મને નાના-નાની, મમ્મી-પપ્પા પણ સારાં મળ્યાં પણ મારો બાપ મને વગોવામાં જ છે, એટલે આ જિંદગીથી મને કંટાળો આવે છે એટલે હું આ બધું કરું છું. કોઈ કાલ સવારે તમને કંઈ પણ કહી ન શકે. હું અંદર ને અંદર ઘૂંટાઉં છું, મને કંઈક થાય છે હું શું કરું એટલે મેં આ રસ્તો લીધો છે, મેં કાંઈ ગલત કદમ નથી લીધો. ‘હું દીકરો બની હોત ને તો મમ્મીને આટલું ના સહન કરવું પડતું’
વધુમાં કહ્યું કે, મમ્મી તું કંઈ ઉપાધિ ન કરતી. મમ્મી તું હવે આરામથી જિંદગી જીવજે. ભાવિન હવે મમ્મી બિચારાથી કામ નથી થઈ શકતું, તો તું કામ ના કરાવતો. હું દીકરો બની હોતને તો મમ્મીને આટલું ના સહન કરવું પડતું. મમ્મી તું તારું ધ્યાન રાખજે અને મમ્મી હું તારી પાસે જ હઈશ એવું મહેસૂસ કરજે. રુદન સાથે માતા એટલું કહેતી રહી કે, ‘દીકરી તું પાછી આવીજા’
પોતાની દીકરીએ આત્મહત્યા કર્યાની જાણ થતા પરિવાર તેમજ આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લક્ષ્મી વેગડાનો મૃતદેહ નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ યુવતીએ આત્મહત્યા કરતા પરિવાર પર આભ ફાટ્યું છે. લક્ષ્મીની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું અને તેની માતા બસ એક જ વાત કહી રહી હતી કે, દીકરી તું પાછી આવી જા.
જૂનાગઢમાં છેલ્લા 11 દિવસમાં આત્મહત્યાના ત્રણ બનાવો
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં આત્મહત્યાના ત્રણ બનાવો બન્યા છે. જેમાં ગત 28 ફેબ્રુઆરીના કેશોદના બાલાગામમાં કુસ્તી ટ્રેનરે સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાંધો હતો. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું દુનિયાથી કંટાળી ગયો છું. મારે શાંતિ જોઈએ છે’. વિશાલ પ્રતાપ ચાવડા નામના યુવકે જીવન ટૂંકાવી લીધું હતું. આત્મહત્યા કરનાર યુવક છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં| હોવાનો નોટમાં ઉલ્લેખ કર્યો હતો.
આ ઉપરાંત 8 માર્ચે એટલે કે બે દિવસ પહેલાં જૂનાગઢમાં ખેતીવાડી બેંકના મેનેજર કાનજી ડોડિયાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. મૃતક કાનજીભાઈએ આત્મહત્યા કરતા પહેલાં સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પોતાના મૃતક પુત્રની સતત યાદ આવતી હોઇ તેના વિયોગમાં મોતને ભેટી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments