back to top
Homeમનોરંજન'વોર-2'ના શૂટિંગ દરમિયાન હૃતિક રોશનનો પગ ભાંગ્યો:એક્ટર ચાર અઠવાડિયા માટે બેડરેસ્ટ, શૂટિંગ...

‘વોર-2’ના શૂટિંગ દરમિયાન હૃતિક રોશનનો પગ ભાંગ્યો:એક્ટર ચાર અઠવાડિયા માટે બેડરેસ્ટ, શૂટિંગ પણ અટકી પડ્યું

સોમવારે ‘વોર 2’ના શૂટિંગ દરમિયાન હૃતિક રોશન ઘાયલ થયો હતો. ગીતના શૂટિંગ દરમિયાન એક્ટરને પગમાં ઈજા થઈ હતી. જેના કારણે શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. ‘વોર-2’ના શૂટિંગ દરમિયાન હૃતિક ઘાયલ થયો
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, એક્ટરના પગમાં ગંભીર ઈજા થઈ છે. હાલમાં ડોક્ટરોએ હૃતિકને ચાર અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક હાઈ એનર્જી સોન્ગ છે. ઋતિક દક્ષિણના અભિનેતા જુનિયર એનટીઆર સાથે આ ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. હવે, આ ગીત મે મહિનામાં શૂટ કરવામાં આવશે. ‘ઘરે જ ઘાયલ થયો હતો એક્ટર’
દિવ્ય ભાસ્કરને માહિતી મળી છે કે એક્ટર તેના ઘરે ડાન્સ રિહર્સલ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના ઘૂંટણમાં દુખાવો ઉઠ્યો હતો. હૃતિકના એક નજીકના મિત્રનું કહેવું છે કે ડૉક્ટરે ચેકઅપ કરી, પંદર દિવસ આરામ કરવાનું કહ્યું છે. ફિલ્મ 14 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ શકે છે
અહેવાલો અનુસાર, બાકીના કલાકારોએ તેમના ભાગોનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2025ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. ‘વોર-2’નું ડિરેક્શન અયાન મુખર્જીએ કર્યું છે
ફિલ્મ ‘વોર-2’નું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે. આદિત્ય ચોપરાની YRF સ્પાય યુનિવર્સનો આ આગામી ભાગ છે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને જુનિયર એનટીઆર ઉપરાંત કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ફિલ્મમાં,હૃતિક રોશન ફિલ્મ વોરના તેમના પાત્ર મેજર કબીર ધાલીવાલની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 2019ની એક્શન થ્રિલર ફિલ્મ ‘વોર 2’ ની સિક્વલ છે. પહેલા ભાગનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments