રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દર્દીઓ સાથે લુખ્ખાગીરી કરે છે આવું જાણીતા હાસ્યકલાકાર હકાભા ગઢવીએ વીડિયો જાહેર કરી કહ્યું છે. હકીકતમાં તેમની બહેનનો અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો. ડોક્ટર મોડા આવે છે અને દર્દીને પરેશાન કરે છે
રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે હકાભા ગઢવીએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોડા આવે છે અને દર્દીને પરેશાન કરે છે. મંત્રીને પણ ગાંઠતા નથી
લુખ્ખાગીરી કરતાં હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરે છે. ગુજરાત સરકારની છબિ ખરડાય તેવી કામગીરી સિવિલ હોસ્પિટલ કરી રહી છે. તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી.