back to top
Homeભારતપંજાબ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:જમીન ખાલી કરાવવાના વિરોધમાં લાઠીચાર્જ; ખેતરમાં ઉભા...

પંજાબ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:જમીન ખાલી કરાવવાના વિરોધમાં લાઠીચાર્જ; ખેતરમાં ઉભા પાકનો નાશ કરતા ખેડૂતોમાં રોષ

દિલ્હી-કટરા એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન મામલે આજે પંજાબના ગુરદાસપુરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આમાં 7 ખેડૂતો ઘાયલ થયા હોવામી માહિતી છે. પોલીસની મદદથી, જિલ્લા વહીવટીતંત્રની ટીમ ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા પહોંચી હતી. આ દરમિયાન, પોલીસે ખેડૂતોના ઉભા પાક પર મશીન ફેરવી દીધું, જેના કારણે તેમના પાકનો નાશ થયો. પાક બચાવવા આવેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બાદમાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને તેમને સ્થળ પરથી ભગાડી દીધા. જો કે, ઘર્ષCની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને સરકાર તરફથી તેમની જમીનનું યોગ્ય વળતર મળ્યું નથી. તેથી, તેઓ તેમની જમીન પર ખેતી કરી રહ્યા છે. જ્યારે, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કહે છે કે ખેડૂતોને તેમની જમીન માટે વળતર મળી ગયું છે, તેથી આ જમીન હવે સરકારની છે. ખેડૂતોને તેના પર ખેતી કરવાનો અધિકાર નથી. ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણના 2 ફોટા… પંઢેરે કહ્યું- અમે બેઠક કરીને રણનીતિ બનાવી રહ્યા છીએ આ ઘટના બાદ ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ગુરદાસપુરના નાંગલ ચૌડ અને ભરથમાં ખેડૂતોને વળતર આપ્યા વિના જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે ખેડૂતોએ તેનો વિરોધ કર્યો ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો જેમાં 7 ખેડૂતો ઘાયલ થયા. પંઢેરે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં પરમિંદર સિંહ ચીમા, અજાયબ સિંહ, ગુરમુખ સિંહ, હરજીત સિંહ, અજિત સિંહ, નિશાન સિંહ ભીટ્ટેવિડ અને અજિત સિંહનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ ખેડૂતો એક બેઠક કરી રહ્યા છે. આગળની રણનીતિ ટૂંક સમયમાં બનાવવામાં આવશે. ખેડૂતોએ કહ્યું- અમે કોઈ બળજબરી કરવા દઈશું નહીં મળતી માહિતી મુજબ, આજે સવારે જિલ્લા વહીવટીતંત્રની એક ટીમ પોલીસની મદદથી ગુરદાસપુરના નાંગલ ચૌડ અને ભરથમાં જમીન ખાલી કરાવવા પહોંચી હતી. ખેડૂતોને વહીવટી ટીમના આવવાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. આમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. ખેડૂતોએ ટીમને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તેઓ બળજબરીથી તેમના પાકનો નાશ થવા દેશે નહીં. લાકડીઓ લઈને પહોંચેલી મહિલાઓએ પાક પર ચાલતા મશીનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે ખેડૂતોને રોક્યા. પોલીસ આવી છતાં ખેડૂતો મક્કમ રહ્યા હતા. ખેડૂતો મશીન સામે સૂઈ ગયા વહીવટી કાર્યવાહી દરમિયાન, ઘણા ખેડૂતો પાક પર ચાલતા મશીન સામે સૂઈ ગયા. આ દરમિયાન, પોલીસ તેમને ધક્કો મારીને દૂર કર્યા હતા. ધક્કાને કારણે કેટલાક ખેડૂતો નીચે પડી ગયા અને તેમની પાઘડી ઉતરી ગઈ. તેઓ હાથમાં પાઘડી અને ખેડૂત સંઘના ધ્વજ પકડીને જોવા મળ્યા હતા. પંજાબ સરકારની કેન્દ્ર સરકાર સાથે મિલીભગત ઘઉંના ઉભા પાક પર મશીનરી ફેરવવાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પંજાબની AAP સરકાર પર કેન્દ્ર સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આજે બધા લાઈવ જોઈ રહ્યા છે કે પંજાબ સરકાર ખેડૂતોના ઉભા પાકનો નાશ કેવી રીતે કરી રહી છે, તે પણ કોઈ વળતર આપ્યા વિના. આ દર્શાવે છે કે પંજાબની AAP સરકારે કેન્દ્ર સરકાર સાથે મિલીભગત છે. ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેઓ વહીવટી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. દરેક બેઠકમાં ખાતરી આપવામાં આવી હતી કે જ્યાં સુધી સંપૂર્ણ વળતર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી જમીનનો કબજો લેવામાં આવશે નહીં. આમ છતાં, આજે અચાનક વહીવટી ટીમ આવી અને જમીનનો કબજો લઈ લીધો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments