હવામાન વિભાગ અને નિષ્ણાતોએ રાજ્યના 9 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહીસાગર જિલ્લામાં સીઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સંતરામપુર, કડાણા, ખાનપુર અને વીરપુર વિસ્તારમાં પણ આટલું જ તાપમાન રહ્યું છે. બાલાસિનોરમાં 39 ડિગ્રી તાપમાન સાથે જિલ્લાનું સૌથી ગરમ શહેર બન્યું છે. બપોરના સમયે ગરમીના કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. જો કે, હોળીનો તહેવાર નજીક હોવાથી બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકોએ ગરમી વચ્ચે પણ ખરીદી માટે બજારોની મુલાકાત લીધી હતી.