back to top
HomeગુજરાતRTOની 20 કંપનીઓને વાહન વેરો ભરવા નોટિસ:રાજકોટ જિલ્લા RTO વિભાગે બાકી વાહનવેરાની...

RTOની 20 કંપનીઓને વાહન વેરો ભરવા નોટિસ:રાજકોટ જિલ્લા RTO વિભાગે બાકી વાહનવેરાની રિકવરી ઝુંબેશ વધુ વેગવંતી બનાવી; રૂ. 5.82 લાખની ટેકસ રિકવરી માટે કાર્યવાહી

માર્ચ એન્ડિંગ નજીક છે ત્યારે દરેક વિભાગોમાં રિકવરી તેજ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા આર.ટી.ઓ.વિભાગે બાકી વાહનવેરાની રિકવરી ઝુંબેશ વધુ વેગવંતી બનાવી છે. થોડા દિવસો પહેલા શૈક્ષણિક સંસ્થાઓને બાકી વાહન વેરો ભરવા નોટિસો ફટકાર્યા બાદ હવે આર.ટી.ઓ.તંત્રએ જુદી-જુદી 20 કંપનીઓને બાકી રૂ. 5.82 લાખનો વાહન વેરો તાત્કાલિક ભરી જવા તાકીદ કરવામાં આવી છે. 20 કંપનીને નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા જણાવ્યું
રાજકોટ આર.ટી.ઓ. કચેરી દ્વારા કંપનીના નામે ચાલતા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે હાલ 20 કંપનીને નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા જણાવ્યું છે. આશરે કુલ 5,82,883 જેટલો કંપનીઓ દ્વારા તેમના વાહનનો ટેક્સ ભરપાઈ કરેલો ન હોવાનું ધ્યાને આવતા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં એ.જી.લોજીસ્ટિક, એ.એસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ.વી.એન કન્સ્ટ્રકશન, આરવ એન્ટરપ્રાઇઝ, આશીર્વાદ કન્સ્ટ્રકશન, આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડ અને મારુતિ એન્ટરપ્રાઇઝના વાહનોનો વેરો ભરવા નોટિસ આપવામાં આવી છે. 300 જેટલાં વાહનોને નોટિસ આપવાની કાર્યવાહી હાલ કાર્યરત
આ ઉપરાંત એ.એફ.ટી. ગ્લોબલ એલ.એલ.પી, અગ્રવાલ ગટર એન્ડ વેરહાઉસ, એગ્રીકલચર પ્રોડક્ટ માર્કેટ કમિટી, અભેલભાઈ જીલુભાઈ કપરાડા કંપની દ્વારા સરકારમા વાહનોના બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે ભરપાઈ કરવાનાં હેતુથી નોટિસ આપવામાં આવી છે અને નિયમો અનુસાર ટેક્સ ભરપાઈ કરવા જણાવ્યું છે તેમજ બાકી રહેલા અન્ય કંપનીના આશરે 300 જેટલાં વાહનોને નોટિસ આપવાની કાર્યવાહી પણ હાલ કાર્યરત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments