બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયાએ પોલીસ ઇન્સ્પેક્ટર અને પી.એસ.આઈ.ની આંતરિક બદલીઓ કરી છે. આ બદલીઓમાં રાણપુર પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એસ.એ.પટેલની નિમણૂક કરવામાં આવી છે. એસ.એ.પટેલે આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. રાણપુર શહેરના નાગરિકોએ નવા પોલીસ ઇન્સ્પેક્ટર પાસે અનેક અપેક્ષાઓ રાખી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને તેવી માંગ છે. મુખ્ય રસ્તાઓ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવાની જરૂરિયાત છે. શહેરમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાની અપેક્ષા છે. વધુમાં, શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ છે.