રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે અધ્યક્ષ પૂ.જી.કયાડાની અધ્યક્ષતામાં તેમજ DDO આનંદુ સુરેશ ગોવિંદની હાજરીમાં મળી હતી. આ બેઠકમાં સ્વ ભંડોળનાં રૂ. 21.93 કરોડ સહિત રૂપિયા 1113.57 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. બજેટમાં સભ્યદીઠ ગ્રાન્ટ રૂ.22 લાખથી વધારી રૂ. 30 લાખ કરવા તેમજ જૂની કોર્ટ બિલ્ડીંગની મરામત માટે રૂ. 8 લાખની ફાળવણી સહિત મહત્વની દરખાસ્તો સામેલ કરવામાં આવી હતી. જેને કારોબારી સમિતિ દ્વારા આજે મંજુર કરવામાં આવી હતી. આગામી 24 માર્ચે સામાન્ય સભામાં આ બજેટને બહાલી આપવામાં આવશે. સમસ્યા નિવારવા રૂ. 8 લાખની જોગવાઇ
જિલ્લા પંચાયતનાં બજેટમાં અધ્યક્ષસ્થાનેથી બાંધકામ લગતી મંજુરીના 5 ઠરાવ કરવામાં આવ્યા હતા. હાલ પંચાયત કચેરી જ્યાં બેસે છે તે જૂની કોર્ટ બિલ્ડીંગમાં પાણી લીકેજ સહિતની સમસ્યા નિવારવા રૂ. 8 લાખની જોગવાઇ કરવામાં આવી છે. તો પંચાયતના સભ્ય દિઠ સ્વભંડોળની ગ્રાન્ટ સભ્યદીઠ રૂ. 22-22 લાખથી વધારી કુલ રૂ. 30-30 લાખ ફાળવવાની આર્થિક વ્યવસ્થા આ બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટેની ખાસ વ્યવસ્થા પણ આ બજેટમાં કરાઈ છે. કારોબારી સમિતિ દ્વારા આજે આ બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. રૂપિયા 113.57 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું
કારોબારી અધ્યક્ષ પી. જી. કયાડાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતના વર્ષ 2024-25નાં સુધારેલ બજેટમાં કુલ રૂ. 958.60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂ. 21.93 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા પંચાયતનાં વર્ષ 2025-26 અંદાજપત્રમાં કુલ રૂ. 1091.64 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂ. 22 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આમ કુલ રૂ. 1113.57 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આગામી 24 માર્ચે સામાન્ય સભામાં આ બજેટને બહાલી આપવામાં આવશે. વર્ષ 2025-26નાં અંદાજપત્રમાં સ્વભંડોળમાંથી કરવામાં આવેલી મુખ્ય જોગવાઈઓ સામાન્ય સભા પૂર્વે પદાધિકારીઓ કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરશે
રાજકોટ જિલ્લા પંચાયતનું નવુ બિલ્ડીંગ બનવાનું હોવાથી વહીવટી સ્ટાફને વૈકલ્પિક કોર્ટ બિલ્ડીંગમાં ખસેડી દેવાયો છે. જોકે પદાધિકારીઓની ચેમ્બર બાકી હોવાથી તેઓ જુના બિલ્ડીંગમાં બેસે છે. હવે કોર્ટ બિલ્ડીંગમાં ચેમ્બરો તૈયાર થઈ ગઈ છે. બે-ચાર દિવસમાં જ પદાધિકારીઓ નિરિક્ષણ કરીને સ્થળાંતર કાર્યવાહી નક્કી કરનાર છે. 24 માર્ચે સામાન્ય સભા કોર્ટ બિલ્ડીંગમાં જ યોજાવાની છે. તે પૂર્વે પદાધિકારીઓ પણ કોર્ટ બિલ્ડીંગમાં બેસવાનું શરૂ કરી દેશે તેવા સંકેત છે. ત્યારે વહિવટી કામગીરી તથા સભ્યો અલગ-અલગ સ્થળે બેસતા હોવાથી અરજદારોને થતી હાલાકી હવે દૂર થવાની પૂરતી શક્યતા છે.