હિંમતનગર તાલુકાના સારોલી ગામ નજીક મંગળવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર એક ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક હિંમતનગર ફાયર વિભાગને સૂચના આપી હતી. ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું ડમ્પર આગની લપેટમાં આવી ગયું હતું. ફાયર વિભાગની ટીમે માત્ર અડધા કલાકમાં જ 2500 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ડમ્પરના ચાલકે સમયસૂચકતા વાપરીને વાહનમાંથી કૂદી પડ્યો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે.