મોરબી તાલુકા પોલીસ મથકે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના મહેન્દ્રનગર ગામની ઉમા રેસીડેન્સીમાં રહેતા અને હાલમાં રાજકોટ કોઠારીયા રોડ સ્થિત ક્રિષ્ના ચોક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની મહિલા અને તેમની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. અમિતભાઈ કાનજીભાઈ કાવર પટેલ (44)ની ફરિયાદ મુજબ, તેમના પત્ની નયનાબેન (32) તેમની 11 વર્ષીય પુત્રી ફાલ્ગુની સાથે 23 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યાના સુમારે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયા હતા. પરિવારે તેમની શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસે માતા-પુત્રીના ગુમ થવા અંગે ગુમસુધા નોંધ દાખલ કરી છે. આ કેસની તપાસ બીટ જમાદાર જે.પી.પટેલને સોંપવામાં આવી છે. પોલીસે માતા-પુત્રીની શોધખોળ શરૂ કરી છે.