વાંકાનેર સીટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી કુલ ૨.૯૪ લાખની કિંમતના ૧૧ ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢ્યા છે. વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સીટી પીઆઈ એચ.એ. જાડેજાની સૂચના મુજબ પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી. ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલ પર સતત મોનિટરિંગ રાખીને ટેકનિકલ કામગીરી કરી હતી. તેમણે જુદી-જુદી કંપનીના કુલ ૨,૯૪,૬૮૮ રૂપિયાની કિંમતના મોબાઈલ શોધી કાઢ્યા હતા. મોરબી જિલ્લામાં ગુમ થયેલા મોબાઈલની અરજીઓના આધારે આ કામગીરી કરવામાં આવે છે. પોલીસે શોધી કાઢેલા તમામ મોબાઈલ તેમના માલિકોને સુપ્રત કર્યા છે.