સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યમાં રમતગમતના વિકાસ માટે નવી પહેલ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સ્કૂલ યોજના અમલમાં મૂકવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં સ્પોર્ટસ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. આ અંતર્ગત પી.એન. પંડ્યા કોલેજના મેદાન ખાતે યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ-3 અંતર્ગત અંડર-9 અને અંડર-11 વય જૂથના 384 વિદ્યાર્થીઓને આ ટેસ્ટમાં ભાગ લેવાની તક આપવામાં આવી છે. આ કસોટીમાં પસંદગી પામનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્યકક્ષાની પરીક્ષામાં મેરિટના આધારે જિલ્લા સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અનેક સુવિધાઓ મળશે. તેમાં ઉચ્ચસ્તરીય શિક્ષણ, રહેવાની વ્યવસ્થા, ભોજન, આધુનિક રમત તાલીમ અને રમતના સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.