શહેરમાં અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા સામે આવતી હોય છે. ગટરની સફાઈ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં પણ અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યાઓ વધી રહી છે. અત્યાધુનિક મશીનો વડે ગટર સફાઈ પાછળ છેલ્લા 10 વર્ષમાં 274.87 કરોડનો ખર્ચ થયો છે છતાં પણ પ્રજાને ગટર ઉભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દરિયાપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર નિરવ બક્ષીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગટર ઉપરાવવાની સમસ્યાને લઈને વિવિધ વિસ્તારોમાં હાઇ ફ્લો જેટીંગ મશીન, ડીપ સકશન મશીન, મીની જેટીંગ મશીન, સુપર સરક મશીન કમ્બાઇન્ડ જેટીંગ મશીન દ્વારા ગટરોની સફાઇ કરાવવામાં આવે છે. આ મશીનો માટે શીફ્ટ પ્રમાણે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં આવે છે. જેમાં સૌથી વધારે સુપર સકર મશીનને પ્રતિ શિફ્ટ રૂ. 11,844 જેટલી રકમ ચુકવવામાં આવે છે. જો ગટર સફાઈના અત્યાધુનિક મશીનોની વાત કરવામાં આવે તો સફાઇ માટે કુલ 60 જેટલા મશીનો છે જેમાં સુપર સકર 20, હાઇફ્લો જેટીંગ 12, આઇસર માઉન્ટેડ જેટીંગ મશીન-6, સક્શન મશીન-4, જેટીંગ કમ સક્શન મશીન -6, મીની જેટીંગ સક્સન કમ રોડીંગ મશીન 12 જેટલા છે. ગટરોની સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ પોતાના મશીનો ઉપરાંત પણ ખાનગી મશીનો છે. અત્યાધુનિક મશીનો મારફતે ઉપરાંત સફાઈ મંડળીઓ દ્વારા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરોની સફાઈ કરવાના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આ મશીનોથી સફાઇ થવા છતાં શહેરમાં ગટર ઉભરાવા સહિતની ફરિયાદો યથાવત્ જોવા મળે છે. છેલ્લા 10 વર્ષમાં કેટલો ખર્ચ થયો