back to top
Homeગુજરાતઘોઘંબાના ધનેશ્વર ગામમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત:અજાણ્યા લોકોએ દેરાસરના મિજાગરા નકુચા...

ઘોઘંબાના ધનેશ્વર ગામમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત:અજાણ્યા લોકોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર પ્રવેશી તોડફોડ કરી, જૈન સમાજમાં ભારે રોષ

ઘોઘંબા તાલુકામાં સાત કિલોમીટર દુર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કુલ ચાલે છે. તેના પટાંગણમાં જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે. જેમાં ગઈ કાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. પલાંઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે. ગભારા બહાર ગૌતમ સ્વામીના પલાંઠી સિવાયનો સંપુર્ણ ભાગ તોડી પડાયો છે અને વલ્લભસુરી મહારાજની મુર્તિનું માથું તોડી પડાયું છે જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે. મૂર્તિને ખંડિત થતા જૈન સમાજ રોષે ભરાયો
આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુ ભાઈ, તથા પ્રિન્સિપાલ મહેન્દ્ર ભાઈ ,પાવાગઢ તીર્થ ના ભરતભાઈ જૈન સુખદેવ વ્યાસ સહિત ના અગ્રણી ઓ ઘોઘંબાના રાયગઢ પોલિસ ઇન્સ્પેક્ટર પી આઈ મેડમ બુટીયાજીને રજૂઆત કરતા મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવી ફુટેજ ના આધારે આ ઘટનાને અંજામ આપનાર તત્વો ઉપર ગાળીયો કરવામાં આવી રહ્યો છે. તુટેલી મૂર્તિના ફોટાઓ અને વિડિયો વાયરલ
આ દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે અમને તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા હિન્દુ નેતા અને ધારાશાસ્ત્રી નિરજ જૈને પણ પોલીસ ઝડપી આરોપીઓને પકડી પાડે તે માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના સંદર્ભે તુટેલી મૂર્તિના ફોટાઓ અને વિડિયો વાયરલ થતાં જૈન સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.આ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા તત્વોની સામે પોલીસે કડક કર્યવાહી કરવી જોઈએ
એડવોકેટ નિરજ જૈન જણાવ્યું કે ધનેશ્વર ગામમાં મહાવીર સ્વાની પ્રતીમાં,ગૌતમ સ્વામીની પ્રતીમાં અને વલ્લભસુરી મહારાજની આ ત્રણેય પ્રતિમાંને ખંડીત કરવામાં આવી છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રાજગઢ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી લીધા છે. જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેવા લોકોને છોડવા ના જોઈએ. આવું કરીને સમાજમાં શુ કરવા માંગે છે. આવા તત્વો કોઈ ભગવાનની પ્રતિમાં તોડશે તો ધાર્મીક સંઘર્ષ ઉભો થાય. તો આ ન થાય તેના માટે આવા તત્વોની સામે પોલીસે કડક કર્યવાહી કરવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments