અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ મહિને ભારતની મુલાકાતે આવશે. પોલિટિકોના અહેવાલ મુજબ, અમેરિકાના સેકન્ડ લેડી અને વેન્સના પત્ની ઉષા વાન્સ પણ તેમની સાથે રહેશે. ઉપરાષ્ટ્રપતિ તરીકે જેડી વેન્સનો આ બીજો વિદેશ પ્રવાસ હશે. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં યુરોપિયન દેશો જર્મની અને ફ્રાન્સની મુલાકાત લીધી હતી. જેડી વેન્સ ફ્રાન્સમાં એઆઈ સમિટમાં હાજરી આપી હતી. આ સમિટમાં હાજરી આપવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. બંને વચ્ચે મુલાકાત પણ થઈ. આ સમય દરમિયાન, ઉષા વેન્સ અને તેમના બાળકો પણ હાજર હતા.