વલ્લભ વિદ્યાનગર સ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM)ના વિદ્યાર્થી આદિત્ય પંડ્યાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે નોઈડાની અમિટી યુનિવર્સિટીમાં યોજાયેલા 38મા AIU રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સ્કિટ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ મહોત્સવમાં દેશભરની 148 યુનિવર્સિટીઓના 2400થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આદિત્યે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)નું પ્રતિનિધિત્વ કરતાં આ સફળતા મેળવી છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ BVMના પ્રિન્સિપલ ડૉ. ઇન્દ્રજિત પટેલે આદિત્યને અભિનંદન પાઠવ્યા હતા. કલ્ચરલ કમિટીના કોઓર્ડિનેટર આકાર રોઘેલિયા, પ્રતિતિ ભટ્ટ અને ઘનશ્યામ રાઠોડે પણ શુભેચ્છાઓ આપી હતી. વાઇસ પ્રેસિડેન્ટ હરેશ પટોળિયા અને ભાર્ગવ ગોરાડિયાએ પણ આદિત્યની સફળતાને બિરદાવી હતી.