પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પેસેન્જર ટ્રેનને હાઇજેક કરવાનો વીડિયો સામે આવ્યો છે. તેને બુધવારે બલૂચ લિબરેશન આર્મી (BLA)ના નામે જાહેર કરવામાં આવ્યો છે. જોકે BLAએ આ વાતની પુષ્ટિ કરી નથી. વીડિયોમાં પહાડો પરથી પસાર થતી ટ્રેનમાં વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે. એન્જિનમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. વીડિયોમાં લડવૈયાઓ મુસાફરોને બંધક બનાવતા નજરે પડી રહ્યા છે. BLAએ મંગળવારે બપોરે 1 વાગ્યે બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના માશકાફ વિસ્તારમાં ગુડાલાર અને પીરુ કુનરીની વચ્ચે આ હુમલો કર્યો હતો. આખો વિડીયો જોવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો….