વિજય માલ્યા અને નીરવ મોદી, મેહુલ ચોક્સીના બનાવોથી મોદી સરકારે શીખ લીધી અને પાસપોર્ટમાં ગુનાહિત ઈતિહાસવાળા વ્યક્તિઓ માટે મોટા બદલાવો કર્યા છે. આજે ભાસ્કર એક્સપ્લેનરમાં ભારતીય પાસપોર્ટના નવા નિયમોનું વિશ્લેષણ કરીએ… આ નિયમો દેશના લાખો લોકોને અસર કરશે, ખાસ કરીને ગુજરાતમાં. ભારતમાંથી ભાગી રહેલા આર્થિક ગુનેગારોના તાજેતરના હાઇ-પ્રોફાઇલ કેસોએ કેન્દ્ર સરકારને કડક પગલાં અમલમાં મૂકવા માટે પ્રેરિત કરી છે. હવે, નાના ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોને પણ પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અથવા રિન્યુ કરતી વખતે ફેરફારોનો સામનો કરવો પડશે. કેન્દ્ર સરકારની પાસપોર્ટના નવા નિયમો મુજબ, કોઈપણ ગુનાહિત કેસ ધરાવતા વ્યક્તિઓ, મોટા કે નાનાને, હવે 10 વર્ષની જગ્યાએ ફક્ત 1 વર્ષની માન્યતા સાથે પાસપોર્ટ મળશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, પાસપોર્ટ રિન્યુ અને વિદેશ મુસાફરી માટે પણ ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકો માટે કોર્ટની પરવાનગી ફરજિયાત રહેશે. ભાસ્કર એક્સપ્લેનરમાં કોર્ટની પરવાનગી મેળવવાની પ્રક્રિયા અને ડિપોઝિટ પેટે કૉર્ટમાં કેટલા રૂપિયા જમા કરવા પડશે તે જાણવા મળશે. અમે ભારતના નવા નિયમોની તુલના યુએસ, ચીન અને જાપાન જેવા શક્તિશાળી દેશો સાથે કરી છે, જે વૈશ્વિક સંદર્ભ પણ પૂરો પાડે છે. આ નવા માળખામાં મોટા અને નાના ગુનાઓ વચ્ચેનો તફાવત સમજો અને ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં ક્યાં મદદ લેવી તે જાણો. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને પૂરો વીડિયો જુઓ