ઓમકારસિંહ ઠાકુર
ગુજરાત એસટી નિગમ દ્વારા ગીતા મંદિર ખાતેના એસટી સ્ટેન્ડને આધુનિક બનાવવા માટે 2011માં પીપીપી ધોરણે સાઉથ અને નોર્થ બ્લોકનું કામ શરૂ કરાયું હતું. આ માટે 186.67 કરોડના ખર્ચે કુલ 58,134 ચોરસ મીટર જગ્યામાં કોમર્શિયલ બાંધકામ સાથે બંને બ્લોકના મળીને કુલ 93 પ્લેટફોર્મ તેમજ પેસેન્જરો માટે સુવિધા ઊભી કરવાની હતી. મે મહિનામાં નોર્થ બ્લોકની કામગીરી પૂર્ણ થશે. જેનાથી સાઉથ બ્લોકમાંથી ઉપડતી એસટી બસોને બે ભાગમાં વહેંચી દેવાશે જેના કારણે પેસેન્જરોની ભીડ ઘટશે. હાલ એસટી સ્ટેન્ડ પરથી રોજ 3200 ટ્રિપનું સંચાલન થાય છે અને 80 હજારથી વધુ પેસેન્જરની અવર-જવર રહે છે. નવા બિલ્ડિંગમાં એસી વેઈટિંગ લાઉન્જ બનશે.
ગીતા મંદિર ખાતેના એસટી સ્ટેડન્ડમાં સાઉથ બાજુએ 35,534 ચોરસ મીટર જગ્યામાં 8 નવેમ્બર 2011ના રોજ કામ શરૂ કરાયું હતું. અહીં 54 પ્લેટફોર્મ સાથેનું બાંધકામ પૂર્ણ થતાં 2015માં લોકાર્પણ કરાયું હતું. જો કે નોર્થ બાજુએ 25,600 ચોરસ મીટર જગ્યામાં કામગીરી શરૂ થઈ શકી ન હતી. આ બ્લોકમાં 39 પ્લેટફોર્મ સહિત મુખ્ય બાંધકામ સહિતની 90 ટકાથી વધુ કામગીરી પૂરી થઈ ગઈ છે. સાઉથ અને નોર્થ બ્લોકમાં ટ્રિપો વહેંચાઈ જતા મુસાફરોએ ભીડનો સામનો કરવો નહિ પડે શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, શો રૂમ
નવા 39 પ્લેટફોર્મ
ડિલક્સ વેઈટિંગ રૂમ
પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ
કોન્કોર્સ એરિયા, પૂછપરછ કેન્દ્ર
રિઝર્વેશન અને જનરલ ટિકિટ કાઉન્ટર
ટૂરિસ્ટ ઈન્ફર્મેશન સેન્ટર, ક્લોક રૂમ
ડિજિટલ ડિસ્પ્લે સાથે બસોનું સમયપત્રક
વિવિધ પ્રકારની માહિતી સાથેનું બોર્ડ
સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ
વ્હીચેર, લગેજ ટ્રોલી
બાંકડા સાથેની બેઠક વ્યવસ્થા
કેન્ટિન- રેસ્ટોરાં, સુપરમાર્કેટ
શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, શોરૂમ 2011માં કામગીરી શરૂ થઈ હતી 186.67 કરોડ પ્રોજેક્ટનો કુલ ખર્ચ
58,134 ચો. મીટર જગ્યામાં બાંધકામ નોર્થ અને સાઉથ બ્લોક એમ બે ભાગમાં કામગીરી થઈ.
93 પ્લેટફોર્મ બંને ભાગ મળી સાઉથ બ્લોક
32,354 ચોરસ મીટર જગ્યામાં સાઉથ કામ નવેમ્બર 2011 કામ શરૂ થયું
54 પ્લેટફોર્મ સહિત કોમર્શિયલ બાંધકામ પૂર્ણ થતાં ઓગસ્ટ 2015માં લોકાર્પણ થયું
નોર્થ બ્લોક
25,600 ચોરસ મીટર જગ્યામાં નોર્થ બ્લોકમાં હાલમાં કામ ચાલી રહ્યું છે.
39 પ્લેટફોર્મ બનશે આ કારણે 10 વર્ષ મોડું કામ પૂરું થયું
જમીન સંપાદનમાં વિલંબ તેમજ ત્યાં હેરિટેજ દીવાલ હોવાથી કામગીરી શરૂ થતાં 10 વર્ષનો વિલંબ થયો.