રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીએ તાંડવ મચાવ્યું છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગે આજે (13 માર્ચે) અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. બુધવારે (12 માર્ચે) રાજ્યમાં 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 42.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના મતે આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. આજે આ પાંચ જિલ્લાઓમાં હીટવેવની આગાહી 12 માર્ચે મહત્વના સેન્ટર પર નોંધાયેલું મહત્તમ તાપમાન રાજકોટની શાળાના ગ્રાઉન્ડમાં શેડ બાંધવા અને ORS કોર્નર ઉભા કરવા અપીલ
રાજકોટ શહેર-જિલ્લામાં ઉનાળાનાં પ્રારંભે ભારે ગરમીને લઈ લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આગામી 2 દિવસ હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા હોય રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનનો પારો વધતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. તેમજ શાળાઓનાં ગ્રાઉન્ડમાં શેડ બાંધવા અને ORS કોર્નર ઉભા કરવા અને પાણીની વ્યવસ્થા કરવા ઉપરાંત લોકોને પણ જરૂરી કામ સિવાય બપોરનાં સમયે ઘરની બહાર ન જવા જિલ્લાનાં આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સાથે જ હીટ સ્ટ્રોક જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.(સંપૂર્ણ સમાચાર વાંચો) હિટવેવને લઇ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ટોલ ફ્રી નંબર જાહેર
રાજકોટના અધિક જિલ્લા કલેકટર એ. કે. ગૌતમ દ્વારા હિટવેવથી બચવા માટે સામાન્ય લોકો માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવાની અવરજવરવાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહેવું જોઈએ તો સીધો સૂર્ય પ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે બપોરે 12 કલાકથી બપોરે 3 કલાકની વચ્ચે સખત પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ તો આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંકસ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે કોઇપણ તકલીફ જણાય તો 108 ઇમરજન્સી અથવા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર રાજકોટના ફોન નં.0281- 2471573 તથા ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરી શકાશે. AMCનો હીટ એક્શન પ્લાન તૈયાર, સવારે 11થી સાંજે 5 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે સુરત મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે લીધેલ પગલાં
શહેરની તમામ હોસ્પિટલો, શહેરી આરોગ્ય કેન્દ્રો/શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા મસ્કતિ હોસ્પિટલને હીટવેવ મેનેજમેન્ટ અંગેની માર્ગદર્શિકા આપવામાં આવેલ છે તથા નેશનલ પ્રોગ્રામ ઓન કલાઈમેટ ચેન્જ એન્ડ હુમન હેલ્થ (NPCCHH) અંતર્ગત ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP)માં હીટ-સંબંધિત બીમારી (HRI) અને મરણનું દૈનિક રીપોર્ટીંગ કરવા જણાવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ ODD પર હીટ-સંબંધિત બીમારી (HRI)ની IEC કરવામાં આવેલ છે. હોર્ડિંગ્સ, બેનર, પત્રિકાનું વિતરણ, ટીવી સ્ક્રોલ વગેરે દ્વારા હીટ-સંબંધિત બીમારી (HRI)ની IEC કરવામાં આવ્યું છે.તમામ શહેરી આરોગ્ય કેન્દ્રો/શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો પર LED ડિસ્પ્લે યુનિટ પીઆર વીડિયો અને PPT દ્વારા તથા ORS કોર્નર બનાવી નાગરિકોને હીટ-સંબંધિત બીમારી (HRI) વિશે માહિતગાર કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાએથી મોકલવામાં આવતા હીટવેવ ને લગતા એલર્ટ મુજબ લોકોને સાવધ રહેવા માટે જણાવવામાં આવે છે. લૂ કે હીટવેવ શું છે?
જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. ગરમીમાં લોકો બહાર નીકળતા હોય છે અને તેના કારણે કેટલીકવાર બીમારીનો ભોગ બનતા હોય છે. ત્યારે ગરમી દરમિયાન કોણે ક્યારે બહાર નીકળવું, શું ધ્યાન રાખવું, શું કરવું શું નહીં આવો જાણીએ નિષ્ણાત પાસેથી… સગર્ભા માતા, નાનાં બાળકો, વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું
આ અંગે ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે, હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે કેટલીક કાળજી રાખવી વિશેષ જરૂરી હોય છે. ખાસ કરીને સગર્ભા માતા, નાનાં બાળકો અને ઉંમરવાળા વ્યક્તિઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં આપણે ખાસ કાળજી વધારે રાખવાની જરૂરિયાત હોય છે. ચામડીના રોગોથી બચવા શું કરવું?
ગરમીમાં ખાસ કરીને ચામડીના રોગો કે ફંગલ ઇન્ફેક્શન કહીએ છીએ તેમાં પણ સતત વધારો થતો હોય છે. જેના કારણે સ્કિન ભીની રહે છે અને પરસેવો વધારે આવે છે. જેના કારણે ચામડીના રોગોમાં વધારો થાય છે. જેથી ફૂગજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. તેથી બે ટાઈમ અવશ્ય સ્નાન કરવું જોઈએ જેથી આવા ચામડીના રોગોથી બચી શકાય છે.