અમેરિકાના પ્રસ્તાવિત 30 દિવસના યુદ્ધવિરામ પર રશિયાએ કડક વલણ અપનાવ્યું છે. બુધવારે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય (ક્રેમલિન) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા રશિયા સાથે સીધી વાત નહીં કરે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું: “અમે યુક્રેન યુદ્ધ પર સાઉદી અરેબિયામાં યોજાયેલી બેઠકનું જીણવટતાથી વિશ્લેષણ કરી રહ્યા છીએ.” જો અમેરિકા સીધો અમારો સંપર્ક કરે તો જ રશિયા કોઈ ડીલ માટે સંમત થશે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે જો રશિયા યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો અમેરિકા રશિયા સામે કડક કાર્યવાહી કરે તેવી અપેક્ષા છે. ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર છે
મંગળવારે (11 માર્ચ) સાઉદી અરેબિયામાં અમેરિકા અને યુક્રેન વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આમાં, 30 દિવસના યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું… આ પ્રસ્તાવ એક સકારાત્મક પગલું છે. યુક્રેન આ સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હવે આ માટે રશિયાને મનાવવાની જવાબદારી અમેરિકાની છે. મોસ્કો સંમત થાય કે તરત જ યુદ્ધવિરામ અમલમાં આવશે. – વોલોદિમીર ઝેલેન્સ્કી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ આ પછી અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હવે બોલ રશિયાના કોર્ટમાં છે. અમે ટૂંક સમયમાં પુતિન સાથે વાત કરીશું. રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું કામચલાઉ યુદ્ધવિરામ પર કડક વલણ, 5 કારણો યુએસ-યુક્રેન વાટાઘાટોમાં મહત્વપૂર્ણ નિર્ણયો ઝેલેન્સકીને ટ્રમ્પ સાથે ચર્ચા કરવાનો અફસોસ 4 માર્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે ગયા અઠવાડિયે ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત યોગ્ય રીતે થઈ ન હતી. ઝેલેન્સકીએ તેને ખેદજનક ગણાવ્યું અને કહ્યું કે યુક્રેન ખનિજ સોદા માટે તૈયાર છે. ઝેલેન્સકીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી હતી. આમાં, અમેરિકાથી યુક્રેન સુધી જે સહાય હજુ સુધી પહોંચી ન હતી તે પણ બંધ કરી દેવામાં આવી. ટ્રમ્પે ઝેલેન્સકી પર નારાજગી વ્યક્ત કરી વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી રોકાયેલી સહાય ફરી શરુ કરવામાં આવશે નહીં. યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાના થોડા કલાકો પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું… જ્યાં સુધી ઝેલેન્સકીને અમેરિકાનો ટેકો છે ત્યાં સુધી તેઓ શાંતિ ઇચ્છતા નથી. ઝેલેન્સકી દ્વારા આપવામાં આવેલું આ સૌથી ખરાબ નિવેદન છે. અમેરિકા આ સહન નહીં કરે.